<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ભારતમાં પહેલીવાર ટ્રેનમાં મુકાયું એટીએમ મશીન

હવે મુસાફરી દરમ્‍યાન નાણાંની ચિંતા ખતમ

મુંબઇઃ ભારતીય રેલ્‍વેએ મુસાફરોની સુવિધા માટે દેશમાં પહેલીવાર ટ્રેનમાં એટીએમ મશીન મુકયું છે. મધ્‍ય રેલ્‍વેએ મુંબઇ-મનમાડ પંચવટી એકસપ્રેસમાં બેંક ઓફ મહારાષ્‍ટ્રનું એટીએમ મશીન લગાવ્‍યું છે. અધિકારીઓએ જણાવ્‍યું કે એટીએમ ઓન વ્‍હીલ્‍સ પરીયોજનાનું ટ્રાયલરન સફળતાપુર્વક કરવામાં આવ્‍યું છે અને આ સુવિધા બહુ જલ્‍દી મુસાફરો માટે શરૂ થઇ જશે.

મધ્‍ય રેલ્‍વે અનુસાર, મુંબઇના સીએસએમટી અને નાસીક જીલ્લાના મનમાડ જંકશન વચ્‍ચે ચાલતી પંચવટી એકસપ્રેસમાં પ્રાયોગીક ધોરણે એક એટીએમ મશીન મુકાયું છે. એટીએમ સુવિધા ઉપલબ્‍ધ કરાવાશે.

મધ્‍ય રેલ્‍વેના મુખ્‍ય જનસંપર્ક અધિકારી સ્‍વપ્‍નીલ નીલાએ કહયું પંચવટી એકસપ્રેસમાં પ્રાયોગીક ધોરણે એટીએમ સ્‍થાપીત કરાયું છે. આ એટીએમ એસી કોચના પાછલા હીસ્‍સામાં એક કમુબીકલમાં લગાવાયું છે. જયાં પહેલા અસ્‍થાયી પેન્‍ટ્રી હતી. સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને એક શટર દરવાજો પણ મુકાયો છે.

ઉલ્લેખનીય છે કે પંચવટી એકસપ્રેસ મુંબઇના છત્રપતી શિવાજી મહારાજ ટર્મીનસ (સીએસએમટી) અને નાસીક જીલ્લાના મનમાડ વચ્‍ચે રોજ દોડે છે. આ ટ્રેન લગભગ ૪ કલાક ૩પ મીનીટમાં એક તરફી મુસાફરી પુરી કરે છે. કુલ રર ડબ્‍બા વાળી આ ટ્રેનમાં બે હજારથી વધારે મુસાફરોની બેઠક ક્ષમતા છે. આખ ટ્રેન વેસ્‍ટબ્‍યુલ કનેકટેડ હોવાના કારણે બધી શ્રેણીના મુસાફરો આ એટીએમનો સરળતાથી લાભ લઇ શકશે. (૩પ.ર૦)

(2:30 PM IST)