<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

સ્‍પાઈસજેટનું પુનરૂત્‍થાન બરાબર ચાલી રહયું છે

એક વર્ષમાં કાફલો ડબલ કરવામાં આવશેઃ એમડી અજયસિંહ

નવી દિલ્‍હી, તા.૧૭: સ્‍પાઈસ જેટના ચેરમેન અને એમડી અજયસિંહે જણાવ્‍યું હતું કે સ્‍થાનિક એરલાઈન સ્‍પાઈસ જેટની પુનરૂત્‍થાન યોજના ખૂબ સારી રીતે ચાલી રહી છે અને એરલાઈન આગામી ૧૨ મહિનામાં તેના વર્તમાન કાફલાને બમણો કરવાના માર્ગે છે.

જાન્‍યુઆરીમાં સ્‍પાઈસ જેટે તેના ગ્રાઉન્‍ડેડ એરક્રાફટમાંથી ૧૦ને ઓપરેશનમાં પાછા લાવવાની યોજનાની જાહેરાત કરી હતી. એરલાઈન્‍સે કહયું હતું કે તેણે ઓકટોબર ૨૦૨૪થી તેના કાફલામાં ૧૦ પ્‍લેન ઉમેર્યા છે. ઉલ્લેખનિય છે કે સ્‍પાઈસ જેટને નાણાકીય સહિત અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડયો હતો. તાજેતરના મહિનાઓમાં તેણે ભંડોળ એકત્ર કર્યું છે અને પુનરૂત્‍થાનના માર્ગે છે.

સ્‍પાઈસ જેટની પુનરૂત્‍થાન યોજના વિશે પુછવામાં આવતા અજયસિંહે કહયું, તે ખૂબ જ સારી રીતે ચાલી રહી છે અને આવતા વર્ષ સુધીમાં અમે અમારા વર્તમાન કાફલાને બમણો કરવાની આશા રાખીએ છીએ. જમીન પરના તમામ એરક્રાફટસ સેવા પર પાછા લાવવાની અમે આશા રાખી રહયા છીએ. અમે અમારા શ્રેષ્‍ઠ પ્રયત્‍નો કરી રહયા છીએ અને એવું લાગી રહયું છે કે તે ટ્રેક પર છે. (રર.૧૪)

(3:47 PM IST)