<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

માનતા પૂરી કરવા સળગતા કોલસા પર દોડ્યો, પણ અધવચ્ચે જ પડી જતાં દાઝવાથી મૃત્યુ થયુ

રામનાથપુરમ,તા.૧૭ઃ સાઉથ ઇન્ડિયન પરંપરાઓમાં અનેક મંદિરો અને તહેવારો દરમ્યાન પ્રભુને રીઝવવા માટે શરીરને કષ્ટ પડે એવી માનતાઓ લેવામાં આવે છે અને જે-તે કામ પૂરું થાય એટલે એ માનતા પૂરી કરવામાં આવે છે. અનેક લોકો સળગતા કોલસા પર ચાલવાની માનતા લેતા હોય છે. તાજેતરમાં તામિલનાડુના રામનાથપુરમમાં સુબૈયા મંદિરમાં તિમિથી તિરુવિઝા નામના ઉત્સવ દરમ્યાન કોલસા પર ચાલવાની પરંપરા દરમ્યાન રૃંવાડાં ખડાં થઈ જાય એવો અકસ્માત થઈ ગયો. મંદિરની બહાર સળગતા કોલસાનો બેડ તૈયાર કરવામાં આવ્યો હતો અને એની ઉપરથી પુરુષો વારાફરતી દોડી જતા હતા. જોકે એક વ્યકિત સળગતા કોલસા પર દોડતાં-દોડતાં પડી ગઈ. કોલસામાં અધવચ્ચે પડી જતાં તેના માટે ઊઠવાનું અઘરું થઈ ગયું. અલબત્ત, તરત જ રેસ્ક્યુ ટીમે તેને બહાર કાઢી ત્યાં સુધીમાં તે વ્યકિત ખૂબ દાઝી ગઈ હતી. હોસ્પિટલમાં ઇલાજ દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.

(3:45 PM IST)