News of Thursday, 17th April 2025
ટેરિફ વોરમાં ચીને અમેરિકાનું નાક દબાવ્યું: ‘‘રેર અર્થ મિનરલ્સ''ની નિકાસ પર મૂકયો પ્રતિબંધ,
આ ખનિજનો ઉપયોગ સ્માર્ટફોન, સૈન્ય ઉપકરણો(પ્લેન, મિસાઈલો, ડ્રોન) જેવી ઘણા બધા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં થાય છે. અમેરિકા ખનિજો માટે ચીન પર નિર્ભર છે

બીજીંગ તા.૧૭: એમેરિકાએ ચીન પર લાદેલા ૧૪૫ ટકા ટેરિફના જવાબમાં ચીને પળથ્વી પર મળી આવતા રેર અર્થ મિનરલ્સની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે. આ ખનિજનો ઉપયોગ સ્માર્ટફોન, સૈન્ય ઉપકરણો(પ્લેન, મિસાઈલો, ડ્રોન) જેવી ઘણા બધા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં થાય છે. આ અમેરિકા ખનિજો માટે ચીન પર નિર્ભર છે. જેથી કહી શકાય કે, ચીને આ નિર્ણય લઈ અમેરિકાની નસ પકડી છે.
ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરમાં એક નવો વળાંક સામે આવ્યો છે. અમેરિકાએ ચીની સામાન પર ૧૪૫% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો. જેના વળતા જવાબમાં ચીને અતિ દુર્લભ ગણાતા ખનિજ રેર અર્થ મિનરલ્સ (REM)ની અમેરીકામાં નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે. આ ખનિજો અમેરિકાની રક્ષા પ્રણાલીઓ, ટેક્રોલોજી અને ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ચીનના આ પગલાથી બંને દેશો વચ્ચેનું ટેરિફ વોર વધુ તીવ્ર બન્યું છે, કારણ કે ચીને પણ અમેરિકી ઉત્પાદનો પર ૧૨૫% ટેરિફ લગાવ્યો છે.રેર અર્થ મિનરલ્સ (REM)ને ઁદુર્લભ ખનિજ (REE-રેર અર્થ એલિમેન્ટ્સ) પણ કહેવામાં આવે છે. જે સામાન્ય રીતે પળથ્વીની સપાટીમાં મળી આવતા ૧૭ રાસાયણિક રીતે સમાન તત્વોનું એક જૂથ છે. આ તત્વોમાં સ્કેન્ડિયમ, યટ્રિયમ, લેન્થેનમ, સેરિયમ પ્રેઝોડાયમિયમ, નિયોડાયમિયમ, પ્રોમેથિયમ, સેમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, હોલ્મિયમ, એર્બિયમ, થુલિયમ, યટર્બિયમ અને લ્યુટેશિયમનો સમાવેશ થાય છે. આ ખનિજ અન્ય તત્વો સાથે મિશ્રિત હોવાથી તેને અલગ કરવા અને ઉપયોગ લાયક બનાવવા માટે ખૂબ જટિલ પ્રક્રિયા કરવી પડે છે અને તે પ્રક્રિયામાં ખૂબ સમય લાગે છે.
રેર અર્થ મિનરલ્સનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે. આ ખનિજો સ્માર્ટફોન, લશ્કરી સાધનો (જેમ કે F-૩૫ જેટ, મિસાઈલો, ડ્રોન), ઇલેક્ટ્રિક વાહનો, પવન ટર્બાઈન, વિમાનના એન્જિન, તબીબી સાધનો, તેલ શુદ્ધિકરણ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોમાં વપરાય છે. ઉદાહરણ તરીકે...૧૭ તત્વોમાંનું એક લેન્થેનમનો ઉપયોગ કેમેરા લેન્સ અને લાઈટિંગમાં થાય છે. જ્યારે સેરિયમ તત્વ કારના એન્જિનમાં હાનિકારક ઉત્સર્જન ઘટાડવા માટે કેટેલિટીક કન્વર્ટરમાં વપરાય છે, તથા નિયોડાયમિયમ અને પ્રેઝોડાયમિયમ જેવા તત્વો ઇલેક્ટ્રિક વાહનોની મોટર્સ અને પવન ટર્બાઈનમાં વપરાતા સ્થાયી ચુંબક બનાવવા માટે મહત્વપૂર્ણ છે.
રેર અર્થ મિનરલ્સના ઉત્પાદનમાં ચીન વૈશ્વિક સ્તરે મોખરે સ્થાન ધરાવે છે. ચીન પાસે વિશ્વના રેર અર્થ ખનિજોના ૩૭% ભંડાર છે અને તેણે ૨૦૨૩ સુધીમાં ૨.૪૦ લાખ ટન રેર અર્થ ધાતુઓનું ઉત્પાદન કર્યું હતું.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
