<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષાની આગાહી, ગુજરાતમાં હીટવેવની શકયતાઃ ૨૧મી સુધી બે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસર જોવા મળશે

સ્‍કાયમેટનો વર્તારોઃ ગુજરાત, રાજસ્‍થાન, પશ્‍ચિમ એમ.પી.માં હિટવેવ ચાલુ રહેશે

નવી દિલ્‍હીઃ હવામાન વિભાગ સ્‍કાયમેટ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે આગામી ૨૧ એપ્રિલ સુધી એક પછી એક બે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પહાડો તરફ આગળ વધશે. જેના કારણે જમ્‍મુ-કાશ્‍મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે.

આ વિસ્‍તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષાના કારણે ભૂસ્‍ખલન અને કાદવના ધસમસતા પ્રવાહનું જોખમ પણ વધી જશે. પ્રવાસીઓ અને સ્‍થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

પંજાબ, હરિયાણા અને રાજસ્‍થાનના કેટલાક ભાગોમાં ધૂળ ભરેલી આંધી સાથે ગાજવીજ અને વાદળો છવાઈ શકે છે. જેના કારણે વાતાવરણમાં અસ્‍થિરતા જોવા મળશે.

પૂર્વી ભારતના બિહાર, પヘમિ બંગાળ, ઓડિશા અને ઝારખંડના પૂર્વીય વિસ્‍તારો તેમજ આંધ્ર પ્રદેશ અને પૂર્વોત્તરના રાજ્‍યોમાં ગાજવીજ, તેજ પવન અને વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. કેટલાક સ્‍થળો પર કરા પણ પડી શકે છે.

જ્‍યારે ગુજરાત, રાજસ્‍થાન અને પヘમિ મધ્‍ય પ્રદેશમાં આગામી દિવસોમાં લૂ (હીટવેવ) ચાલવાની સંભાવના છે. લોકોને બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્‍હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્‍તારોમાં આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં વધુ વધારો થવાની શકયતા છે. ગરમીનું પ્રમાણ વધવાથી લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા જણાવ્‍યું છે.

હવામાન વિભાગ દ્વારા લોકોને આગામી દિવસોમાં પોતાના વિસ્‍તારના હવામાનની માહિતી રાખવા અને તે મુજબ સાવચેતીનાં પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(3:56 PM IST)