News of Thursday, 17th April 2025
'મારા છોકરાં પેદા કર', એલન મસ્કે અમેરિકાની એક ખૂબુસરત છોકરીને ખાનગીમાં મેસેજ કર્યો
મસ્કની ઓફર બાદ છોકરીની લોકપ્રિયતા અને આવક બન્ને વધી ગઈ : છોકરા પેદા કરવાની ના પાડતાં આ છોકરીને બેવડો ફટકો પડ્યો: લોકપ્રિયતા અને આવક બન્નેમાં ઘટાડો

નવી દિલ્હી : દુનિયાના નંબર વન અમીર એલન મસ્ક બાળકોની એક આખી ફોજ ઊભી કરવા માગે છે અને આ માટે તેઓ કંપનીમાં સુંદર છોકરીઓ અને મહિલાઓની ભરતી કરી રહ્યાં છે. એક રિપોર્ટમાં એવો ધડાકો કરવામાં આવ્યો કે મસ્કે ક્રિપ્ટોકરન્સી ઈન્ફ્લુઅન્સર ટિફિકની ફોંગ નામની છોકરીને ખાનગીમાં મેસેજ કર્યો હતો અને કહ્યું કે તેણે તેના બાળકો પેદા કરવા જોઈએ. મસ્કની ઓફર બાદ તરત છોકરીની લોકપ્રિયતા અને આવક બન્ને વધી ગઈ અને બે અઠવાડિયાાં તે 21,000 ડોલરની કમાણી કરી
મસ્કને છોકરા પેદા ના પાડતાં આ છોકરીને બેવડો ફટકો પડ્યો છે. તેની લોકપ્રિયતા અને આવક બન્નેમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે છોકરીને આ મંજૂર હતું પરંતુ મસ્કનું કહ્યું કરવા તૈયાર નહોતી.
છોકરીએ મસ્કની બાળકો પેદા કરવાની ઓફર ફગાવતાં જ તેની લોકપ્રિયતા અને આવક એમ બન્નેમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરમાં મસ્કના 13મા બાળકને જન્મ આપનાર 26 વર્ષીય રૂઢિચુસ્ત પ્રભાવક એશ્લે સેન્ટ ક્લેરએ જણાવ્યું હતું કે તેમને મસ્ક તરફથી મોટા સંતાનની ઇચ્છા અંગે અનેક સંદેશાઓ મળ્યા હતા. એક સંદેશમાં, તેમણે કહ્યું હતું કે, "હું તમને ફરીથી પછાડવા માંગુ છું," જ્યારે "એપોકેલિપ્સ પહેલા લશ્કર-સ્તર સુધી પહોંચવા" માટે સરોગેટ્સનો ઉપયોગ સૂચવ્યો હતો.
મસ્કથી ચાર બાળકો ધરાવતા શિવોન ઝિલિસને માતાઓમાં "વિશેષ દરજ્જો" ધરાવતો ગણાવવામાં આવે છે. ઝિલિસે મસ્ક સાથે ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમોમાં હાજરી આપી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતો અને વિશ્વના નેતાઓ અને ટેક ઉચ્ચ વર્ગના લોકો દ્વારા હાજરી આપેલ ઉદ્ઘાટન પૂર્વે રાત્રિભોજનનો સમાવેશ થાય છે. મસ્કે ક્રિપ્ટો પ્રભાવક ટિફની ફોંગ જેવી અન્ય મહિલાઓને બાળકો પેદા કરવાની ઓફર આપી હતી. ફોંગે જાહેરમાં સંદેશાઓ શેર કર્યા પછી, મસ્કે તેણીને અનફોલો કરી દીધી હોવાના અહેવાલ છે.
એવા પણ સમાચાર છે કે મસ્કે એક જાપાની મહિલાને પોતાનું સ્પર્મ મોકલ્યું હતું જેથી કરીને પોતાનું જાપાની મૂળનું પણ બાળક મળી રહે. મસ્કે આ ઉપરાંત બીજી પણ કેટલીક મહિલાઓને સરોગેટ મધર બનવાની ઓફર કરી હતી, તેમજ કંપનીમાં બ્યૂટીફૂલ છોકરીઓ અને મહિલાઓની ભરતી કરવા માગે છે જેથી કરીને તેમની સાથે બાળકો પેદા કરી શકે.
ઘટી રહેલી જનસંખ્યા માનવ સભ્યતા માટે સંકટ છે. સ્માર્ટ લોકોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ જેથી દુનિયાનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે. ઉલ્લેખનીય છે કે દુનિયાના સૌથી ક્રૂર શાસક ચંગેઝ પણ ખાન મસ્ક જેવું કરવા માગતા હતો તે ઈચ્છતો હતો કે આખી દુનિયામાં તેના બાળકો હોય જેથી કરીને પોતાના મર્યા પછી પણ પોતાનો વંશ ચાલુ રહે. એટલે તે સૌથી વધુ મહિલાઓ સાથે સુતો હતો અને વધારે બાળકો પેદા કર્યાં હતા એટલે આજે ચીનમાં કોઈને કોઈ ઠેકાણે ચંગેઝ ખાનના વંશજ મળી આવે છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
