<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

વકફ સુધારા કાયદા માટે તેમનો આભાર: દાઉદી બોહરા સમુદાયના લોકો પીએમ મોદીને મળ્યા: જુઓ વિડિઓ

વકફ સુધારા કાયદા માટે આભાર માન્યો અને કહ્યું કે અમારી લાંબા સમયથી પડતર માંગ હતી: વડાપ્રધાનના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના વિઝનમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટમાં વકફ એક્ટ પરના વિવાદ અંગે સુનાવણી ચાલી રહી છે. તો બીજી તરફ દાઉદી બોહરા સમુદાયના લોકો પીએમ મોદીને મળ્યા અને વકફ એક્ટ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

વક્ફ સુધારા કાયદાને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. મોદી સરકાર આ કાયદાને મુસ્લિમોના કલ્યાણ માટે જરૂરી ગણાવી રહી છે. ત્યારે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષો અને અનેક મુસ્લિમ સંગઠનો વકફ સુધારા કાયદાને મુસ્લિમો વિરુધી ગણાવી રહ્યા છે. વકફ સુધારા કાયદા વિરુદ્ધની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલુ છે. બીજી તરફ, દાઉદી બોહરા સમુદાયના લોકોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે અને વકફ સુધારા કાયદા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી તથા સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

દાઉદી બોહરા સમુદાયના એક પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને વકફ સુધારા કાયદા માટે તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે અમારી લાંબા સમયથી પડતર માંગ હતી. પરંતુ વડાપ્રધાનના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના વિઝનમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(10:23 PM IST)