<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

અનોખો કોન્સેપ્ટ:તમામ પ્રકારના જાનૈયા ભાડે મળશે, કાકા, મામા, ફુવા જે જોઈએ તે મળી જશે, જાણો કેટલું ભાડું થશે?

હરિયાણાના અંબાલામાં જાનૈયાની ચિંતાનો હલ શોધી કાઢવામાં આવ્યો: અહીંની એક દુકાન પર ફક્ત પાન અથવા ફાસ્ટ ફૂડ જ નહીં પણ ભાડેથી સંબંધીઓ પણ મળશે,

અંબાલા છાવણીની બજારમાં 'બિહારીજી પાન વાલે' નામની આ દુકાન કોઈ સામાન્ય દુકાનથી એકદમ અલગ છે. તેનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો. જ્યારે દુકાનના સંસ્થાપક પાનનો ધંધો કરતા હતા. પણ સમય સાથે જ્યારે તેમનો દીકરો વિકાસ બિહારીએ ધંધો સંભાળ્યો તો દુકાનનો નકશો બદલી નાખ્યો અને આ ફેરફારમાં તેમણે જાનૈયાને ભાડે આપવાનો અનોખો કોન્સેપ્ટ લઈને આવ્યા.

   આ કહાનીની શરૂઆત ત્યારે થઈ જ્યારે દોસ્ત ઉદાસ થઈને તેમની દુકાને પાન ખાવા આવ્યો. પૂછ્યું તો તેણે જણાવ્યું કે, ગામમાં લગ્ન હતા, પણ કાકા નારાજ થતાં આખી જાન પાછી જતી રહી. ત્યારે બિહારીજીએ મજાકમાં કહ્યું કે, 'મને જ કાકા બનાવીને લઈ ગયો હોત તો.' અહીંથી આ આઈડિયા તેમના મગજમાં ઘૂસી ગયો

  હવે આ દુકાન પર આપને લગ્નના દરેક જરૂરી સંબંધો ભાડે મળી જશે. ઘોડીની આગળ નાચતા જોશીલા જાનૈયા, ધીમે ધીમે ચાલતા વૃદ્ધ વરરાજાના મામા, અને સૌથી મોંઘા ભાડે મળે છે ફુવા, જેમને ભાડે લઈ જવાના 51,000 ભાડું થાય છે.

  આજે વિકાસ બિહારીની અંબાલામાં બે દુકાનો છે. અને એક નવી બ્રાન્ચ ચંદીગઢમાં શરૂ થઈ ચૂકી છે. ખાવા-પીવાની સાથે દુકાનમાં લગ્ન માટે સોશિયલ બેકઅપ સર્વિસ પણ બની ચૂકી છે. સંબંધીઓની ગેરહાજરીમાં હવે કોઈના લગ્નનો મૂડ ખરાબ થવા દેશે નહીં.

 

 

(10:31 PM IST)