<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

બુરહાનપુરમાં 17 વર્ષની સગીર પત્નીએ તેના બે મિત્રો સાથે પતિની હત્યા કરાવી : પ્રેમીને વીડિયો કોલમાં દેખાડી લાશ

આરોપીઓએ ઇન્દોર-ઇચ્છાપુર હાઇવે પર ITI કોલેજ નજીક 36 વાર છરીના ઘા કર્યા ચારેય આરોપીઓ - કિશોરી, તેનો પ્રેમી અને તેના બે મિત્રો પકડાઈ ગયા

એમપીના બુરહાનપુરમાં પણ 17 વર્ષની પત્ની પણ મુસ્કાનને પગલે ચાલી છે અને પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી

બુરહાનપુરમાં 17 વર્ષની સગીર પત્નીએ તેના બે લવર સાથે પતિની હત્યા કરાવી નાખી હતી. પીડિતા, ગોલ્ડન પાંડે ઉર્ફે રાહુલ, પર આરોપીઓએ ઇન્દોર-ઇચ્છાપુર હાઇવે પર ITI કોલેજ નજીક 36 વાર છરીના ઘા કર્યા હતા. ચારેય આરોપીઓ - કિશોરી, તેનો પ્રેમી અને તેના બે મિત્રો, જેમાંથી એક સગીર પણ છે - પકડાઈ ગયા છે અને તેમની તપાસ ચાલી રહી છે. બુરહાનપુરના પોલીસ અધિક્ષક (એસપી) દેવેન્દ્ર પાટીદારના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે ચાર મહિના પહેલા લગ્ન કરનાર દંપતી ટુ-વ્હીલર પર રેસ્ટોરન્ટમાં ખરીદી અને જમ્યા પછી ઘરે પરત ફરી રહ્યા હતા. પાછા ફરતી વખતે, છોકરીએ ડોળ કર્યો કે તેના ચંપલ નીચે પડી ગયાં છે જે પછી પતિએ બાઈક રોકાવી દીધું હતું, જે પછી છુપાયેલા મિત્રો બહાર આવ્યાં અને બિયરની તૂટેલી બોટલ લઈને તેના પર તૂટી પડ્યાં અને 36 ઘા મારીને તેની હત્યા કરી નાખી.

છોકરીએ યુવરાજને લાશ બતાવવા માટે વીડિયો કોલ કર્યો. ત્યારબાદ આરોપીએ લાશને નજીકના ખેતરમાં ફેંકી દીધી અને ત્યાંથી ભાગી ગયો. પોલીસે જણાવ્યું હતું કે રવિવારે લાશ મળી આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે રાહુલના પરિવારે, જેમણે લાશની ઓળખ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે રાહુલ છેલ્લે તેની પત્ની સાથે જોવા મળ્યો હતો, જ્યારે તેઓ એકસાથે ઘરની બહાર નીકળ્યા હતા. કિશોરી ગુમ થયા પછી પોલીસને શંકા ગઈ. ઘણી ટીમો બનાવવામાં આવી અને પુખ્ત વયના લોકોની ધરપકડ કરવામાં આવી અને સગીરોની અટકાયત કરવામાં આવી. આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. યુવરાજના બે મિત્રો, જેમાંથી એક લલિત પાટિલ છે, ગુનો કર્યા પછી પહેલા ઇટારસી અને પછી ઉજ્જૈન ભાગી ગયા હતા. ચારેય લોકો પર હત્યા, હત્યાનું કાવતરું ઘડવા અને પુરાવા છુપાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

 

 


 

(11:25 PM IST)