<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ગુના માટે હેતુનો અભાવ મુક્‍તિનો એકમાત્ર આધાર ન હોઈ શકેઃ સુપ્રીમ

ગુનેગારના મનના છુપાયેલાં હેતુને તપાસ એજન્‍સી ઘણીવાર બહાર નથી લાવી શકતી

નવી દિલ્‍હી તા.૧૮: પુત્રની હત્‍યા બદલ દોષિત ઠરેલા આરોપીની આજીવન કેદની સજાને યથાવત્‌ રાખતાં સુ-ીમ કોર્ટે ગુરુવારે જણાવ્‍યું હતું કે ગુના માટે હેતુનો અભાવ એ નિર્દોષ છૂટવાનો એકમાત્ર આધાર ન હોઈ શકે. ગુનેગારના મનના છુપાયેલા હેતુને તપાસ એજન્‍સી ઘણીવાર બહાર લાવી શકતી નથી. જેમ એકમાત્ર મજબૂત ઇરાદાને કારણે કોઇને દોષિત ઠેરવી શકાતો નથી, તેમ ઇરાદાના અભાવથી પણ કોઇ નિર્દોષ છે, તેવું તારણ કાઢી શકાય નહીં.

ન્‍યાયાધીશ સુધાંશુ ધુલિયા અને કે વિનોદ ચંદ્રન બનેલી ખંઠપીઠે એક પિતા પોતાના એકમાત્ર પુત્રની હત્‍યા કરે તે અસંભવ છે તેવી પિતાની દલીલને બાલિશ ગણાવીને ફગાવી દીધી હતી. અરજદારની બીજી સબળ દલીલ એ હતી કે પોતાના પુત્રની હત્‍યા માટે કોઇ હેતુ ન હતો. આરોપીએ ઓગસ્‍ટ ૨૦૨૨ના દિલ્‍હી હાઇકોર્ટના ચુકાદાને સુ-ીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

સર્વોચ્‍ચ અદાલતના ચુકાદાઓનો ઉલ્લેખ કરી ખંડપીઠે અવલોકન કર્યું હતું કે જો આ કેસ ફક્‍ત સંજોગોવશાત્‌ પુરાવા પર આધારિત હોત તો હેતુનો અભાવ આરોપીની તરફેણમાં મજબૂત દલીલ બની શકયો હોત. જ્‍યારે સાક્ષીઓને ખાતરીપૂર્વક નિવેદન આપતા નથી ત્‍યારે મજબૂત હેતુ હોય તો પણ કોઇ વ્‍યક્‍તિને દોષિત ઠેરવી શકાય નહીં. એ જ રીતે સંજોગો ખૂબ જ પ્રતીતિજનક હોય અને આરોપીના ગુનાના નિષ્‍કર્ષ તરફ દોરી જાય તેવી અતૂટ કડીઓ હોય ત્‍યારે હેતુનો સંપૂર્ણ અભાવ હોય તો પણ કોઇ ફરક પડતો નથી.

ખંડપીઠે ઉલ્લેખ કર્યો હતો કે હેતુ ગુનેગારના મનના આંતરિક ખૂણામાં છુપાયેલો હોય છે, જેને તપાસ એજન્‍સી ઘણીવાર બહાર લાવી શકતી નથી. આરોપીએ દલીલ કરી હતી કે તેના પુત્રે સ્‍ક્રુડ્રાઈવરથી પોતાને ઘા મારી આત્‍મહત્‍યા હતી.તપાસમાં બહાર આવ્‍યું હતું કે નજીકથી છોડવામાં આવેલી બંદૂકની ગોળીની ઇજાને કારણે પુત્રનું મળત્‍યુ થયું હતું.

(11:55 AM IST)