News of Friday, 18th April 2025
પહેલી મેથી ફાસ્ટેગ સિસ્ટમ થશે બંધ! શરૂ થશે નવી ટોલ સિસ્ટમ
ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો, ફાસ્ટેગની ખામી અને સમયના બગાડથી રાહત આપવા માટે સરકાર હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે.

નવી દિલ્હી તા.૧૮: ટૂંક સમયમાં દેશમાં હાઇવે મુસાફરીનો અનુભવ સંપૂર્ણપણે બદલવા જઈ રહ્યો છે. ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો, ફાસ્ટેગની ખામી અને સમયના બગાડથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેનો સંકેત આપ્યો હતો કે સરકાર આગામી ૧૫ દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરશે, જે ભારતની ટોલ વસૂલાત -ણાલીમાં ક્રાંતિ લાવી શકે છે.
શું છે ટોલ સિસ્ટમ?
પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર જે નવી ટોલ સિસ્ટમ વિશે વાત કરી રહી છે તેનું નામ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. આ એક GPS-આધારિત સિસ્ટમ છે, જેમાં સેટેલાઇટની મદદથી વાહનનું સ્થાન ટ્રેક કરવામાં આવશે અને તેના આધારે, નિヘતિ અંતર અનુસાર ટોલ ફી સીધી બેંક ખાતામાંથી કાપવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂર રહેશે નહીં.
FASTagથી કઈ રીતે અલગ છે GNSS?
FASTag સિસ્ટમમાં પણ રોકડ ચુકવણીને બદલે ડિજિટલ પેમેન્ટનો જ સમાવેશ થાય છે, તેમ છતાં ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે વાહનને રોકવું પડે છે. ઘણી વખત, આના પરિણામે લાંબી કતારો લાગે છે. તે જ સમયે GNSS સિસ્ટમ વર્ચ્યુઅલ ટોલ બૂથ દ્વારા કાર્ય કરે છે. આમાં, વાહનના ટ્રેક કરેલા અંતર અનુસાર ટોલની ગણતરી કરવામાં આવે છે અને ચુકવણી સીધી બેંક ખાતામાંથી કરવામાં આવે છે.
ફાસ્ટેગ સિસ્ટમમાં આવી રહી છે અનેક સમસ્યા
ભારતમાં ૨૦૧૬માં ફાસ્ટેગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી, જે RFID ટેકનોલોજી પર આધારિત છે. જોકે, તેના સંચાલનમાં ગયા વર્ષે અસંખ્ય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો - જેમ કે વધુ પડતો ટ્રાફિક, ટેગ સ્કેનિંગમાં ટેકનિકલ ખામીઓ અને ટેગના દુરુપયોગના કિસ્સાઓ. આ સમસ્યાઓના કારણે, સરકાર હવે એક સ્માર્ટ અને સચોટ ટોલ ટેક્સ કલેક્શન ્રણાલી તરફ આગળ વધી રહી છે. આથી તેમણે આ નવી સિસ્ટમ રજૂ કરી છે.
પહેલી એપ્રિલ ૨૦૨૫થી લાગુ થવાની હતી
આ સિસ્ટમ ૧ એપ્રિલ, ૨૦૨૫ થી લાગુ થવાની હતી, પરંતુ કેટલાક ટેકનિકલ અને વહીવટી કારણોસર તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે તે ૧ મેથી દેશભરમાં લાગુ થવાની શકયતા છે. આ નવી સિસ્ટમમાં, દરેક વાહનમાં એક ઓન-બોર્ડ યુનિટ (OBU) ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જે GNSS ટેકનોલોજી દ્વારા વાહનના વાસ્તવિક સમયના સ્થાન અને હાઇવે પર કાપવામાં આવેલા અંતરને ટ્રેક કરશે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
