News of Friday, 18th April 2025
અમુક કલરના કપડાં પહેરીને ડ્રાઈવિંગ કરતા હોવ તો બંધ કરી દેજોઃ મેમો ઘરે આવશે
હવે તમે ડ્રાઈવિંગ દરમ્યાન કેવા કપડાં અને બેસવાની રીતનું પણ ધ્યાન રાખવું પડશે, નહીંતર ભૂલ નહીં હોય તો પણ ખિસ્સા પર ભાર આવશેઃ સડક સુરક્ષાને લઈને સરકાર ખૂબ જ કડક

નવી દિલ્હી તા.૧૮: જો તમે એવું માનીને ગાડી બિન્દાસ ચલાવતા હોવ કે તમે ટ્રાફિકના નિયમોનું પુરેપુરુ ધ્યાન રાખ્યું છે, એટલા માટે ચલણ નહીં કપાય, તો સાવધાન થઈ જજો. આજકાલ સડક સુરક્ષાને લઈને સરકાર ખૂબ જ કડક થઈ ગઈ છે. દરેક વળાંક, દરેક હાઈવે પર સ્માર્ટ કેમેરા લાગી ગયા છે, જે ડ્રાઈવરની દરેક હરકત પર નજર રાખે છે.
આ કેમેરામાં એટલી હાઈટેક ટેકનોલોજી વપરાય છે, જેમ કે કોઈ નાની એવી ભૂલ હોય તો તેને પણ તરત કેપ્ચર કરી લેશે અને મેમો જનરેટ થઈ જશે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ઘણી વાર લોકો સીટ બેલ્ટ જેવા જરૂરી નિયમોનું પાલન કરવા છતાં પણ ચલણ કપાઈ જતાં હોય છે.
એટલું કે ખાલી નિયમો પાળવા જ પૂરતું નથી, હવે તમે ડ્રાઈવિંગ દરમ્યાન કેવા કપડાં અને બેસવાની રીતનું પણ ધ્યાન રાખવું પડશે, નહીંતર ભૂલ નહીં હોય તો પણ ખિસ્સા પર ભાર આવશે.
ઘણા લોકો એ વાતથી અજાણ છે કે જો તમે ડ્રાઈવિંગના સમયે કાળા રંગના શર્ટ અથવા ટી-શર્ટ પહેરેલા છે અને તેના પર સીટ બેલ્ટ લાગેલો છે, કેમેરામાં તે દેખાશે નહીં કે તમે સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં. માણસની આંખ તો જોઈ શકે પણ કેમેરા ભ્રમિત થઈ જાય. પરિણામે, સીટ બેલ્ટ લગાવવા છતાં ઈ-ચલણ કપાશે.
જો કેમેરા આપને સીટ બેલ્ટ વિના પકડશે (ભલે તમે સીટ બેલ્ટ લગાવ્યો હોય) તો મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૯૪ગ્ અંતર્ગત મેમો આવશે. દિલ્હીમાં પહેલી વાર ભૂલ કરવા પર ૧૦૦૦નો મેમો બને છે અને બીજી વાર પણ આટલો જ દંડ લાગશે.
હવે સવાલ એ થાય છે કે શું કાર કંપનીઓને સીટ બેલ્ટનો રંગ બદલવો જોઈએ? કે પછી ડ્રાઈવરોને કાળા કપડાં ન પહેરવા જોઈએ. જો કે તેના માટે કોઈ નિયમ નથી, પણ આ ભ્રમથી બચવા માટે સારું રહેશે કે ડ્રાઈવિંગ કરતી વખતે હળવા રંગના કપડાં પહેરવામાં આવે, જેથી સીટ બેલ્ટ સ્પષ્ટ દેખાય.
હવે સમય આવી ગયો છે કે, કાં તો કેમેરા સિસ્ટમ વધારે સારી હોવી જોઈએ, જે રંગોના ભ્રમને ઓળખી શકે, અથવા તો નિયમોમાં આવી સ્થિતિ માટે વિશેષ સંશોધન કરવામાં આવે, નહીંતર નિર્દોષ લોકો પણ ચલણની ઝંઝટમાં ફસાઈ જશે. (૩પ.૧૦)
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
