News of Friday, 18th April 2025
દિલ્હીના લોકો ‘‘પીવાના'' ભારે શોખીનઃ ૧ વર્ષમાં સરકારને ૭૭૬૬ કરોડની કમાણી
સરકાર માટે એકસાઇઝ કમાઉ દિકરો સાબીત

નવી દિલ્હી તા.૧૮: જો તમે પણ દારૂ પીતા હોવ તો તમારે જાણવું જ જોઇએ કે સરકાર દારૂની એક બોટલ ખરીદીને કેટલી કમાણી કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમારી દારૂ પીવાની આદતથી સરકારને ૭૭૬૬ કરોડ રૂપિયાનો નફો થયો છે. દિલ્હી સરકારની એક્સાઇઝ આવક ૨૦૨૪-૨૫માં વધીને લગભગ ૭,૭૬૬ કરોડ રૂપિયા થશે. ગુરુવારે આ માહિતી આપતાં, એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ૨૦૨૧-૨૨ ની આબકારી નીતિ સંબંધિત અનિયમિતતાના આરોપોને કારણે થયેલા વિક્ષેપોમાંથી પુનઃપ્રાપ્તિ સૂચવે છે.
દિલ્હીવાસીઓએ ખૂબ દારૂ પીધો
તેમણે જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા ૨૦૨૧-૨૨માં દિલ્હી સરકારની આવક ૬,૭૬૨.૬૧ કરોડ રૂપિયા હતી. આમાં એક્સાઇઝ ડ્યુટી અને વેલ્યુ એડેડ ટેક્સ (VAT)નો સમાવેશ થાય છે. ૨૦૨૧-૨૨ ની સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે એક્સાઇઝ આવકમાં ૧૫ ટકાથી વધુનો વધારો થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે ૨૦૨૨-૨૩માં વધીને રૂ. ૬,૮૩૦ કરોડ, ૨૦૨૩-૨૪માં રૂ. ૭,૪૩૦.૯૭ કરોડ અને ૨૦૨૪-૨૫માં રૂ. ૭,૭૬૫.૯૭ કરોડ થયું હતું.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે આ આંકડો થોડો વધવાની શકયતા છે કારણ કે એક્સાઇઝ ડ્યુટી અને વેટના ડેટા ફક્ત ફેબ્રુઆરી સુધીના છે. દિલ્હી સરકારે ગયા મહિને હાલની એક્સાઇઝ પોલિસી ત્રણ મહિના માટે લંબાવી હતી કારણ કે હજુ સુધી તેનું નવું વર્ઝન તૈયાર થયું નથી.
તત્કાલીન આમ આદમી પાર્ટી (AAP) સરકારે તેની સુધારાત્મક નીતિ (૨૦૨૧-૨૨) રદ કર્યા પછી, વિસ્તળત નીતિ (જૂની આબકારી નીતિ) સપ્ટેમ્બર, ૨૦૨૨ માં અમલમાં આવી. દિલ્હી સરકાર હજુ સુધી નવી નીતિ લઈને આવી નથી, તેથી જૂની નીતિને અલગ અલગ સમયગાળા માટે લંબાવવામાં આવી છે.
શું નવી દારૂ નીતિ આવશે?
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેમની સરકાર આવક વધારવા માટે નવી, સંપૂર્ણપણે સલામત અને પારદર્શક આબકારી નીતિ પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે નવી નીતિ અન્ય રાજ્યોમાં અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પ્રથાઓના આધારે તૈયાર કરવામાં આવશે. વિસ્તળત નીતિ હેઠળ, દિલ્હી સરકારના ચાર કોર્પોરેશનો શહેરમાં ૭૦૦ થી વધુ છૂટક દારૂની દુકાનો ચલાવે છે. (૩પ.૧૧)
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
