News of Friday, 18th April 2025
અમેરિકાની સેનાએ ફરીથી હુતી બળવાખોરો પર સૌથી મોટો હવાઈ હુમલો: 38 લોકોના મોત:102 લોકો ઘાયલ
અમેરિકાએ રાસ ઇસ્સા તેલ બંદર પર હવાઈ હુમલો કર્યો: યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાઓની પુષ્ટિ કરી

અમેરિકાની સેનાએ ફરી હુતી બળવાખોરો પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયાના અહેવાલ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી મધ્ય પૂર્વમાં અમેરિકી દ્વારા હુતીઓ સામે આ અત્યાર સુધીનો મોટો ગંભીર હુમલાઓમાંનો એક છે.
યમનના હુતી બળવાખોરોએ દાવો કર્યો છે કે અમેરિકાએ રાસ ઇસ્સા તેલ બંદર પર હવાઈ હુમલો કર્યો છે. યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાઓની પુષ્ટિ કરી છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે એક્સ પર પોસ્ટ કરતાં જણાવ્યું કે આ હુમલાનો ઉદ્દેશ્ય હુતીઓની શક્તિના આર્થિક સ્ત્રોતને ઓછો કરવાનો છે, જે તેમના સાથી દેશવાસીઓનું શોષણ કરે છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સૂચના મળ્યા બાદ અમેરિકન સેના 15 તારીખથી હુતી બળવાખોરો પર ઝડપી હુમલાઓ કરી રહી છે. રાસ ઇસ્સા તેલ બંદર પર અમેરિકી સેના દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે અને તેમાં સૌથી વધુ જાનહાનિ થઈ હતી. 38 લોકોના મોત અને 102 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
