<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

RBIની કડક કાર્યવાહી: PNB સહિત ત્રણ બેંકો પર લાખોનો દંડ : નિયમોનું પાલન ન કરવા બદલ કેન્દ્રીય બેંકનો મોટો નિર્ણય

કોટક મહિન્દ્રા બેન્ક પર 61.4 લાખ - IDFC ફર્સ્ટ બેન્ક પર 38.6 લાખ અને પંજાબ નેશનલ બેન્કન પર 29.6 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નિયમોનું ઉલ્લંઘન કરનાર ત્રણ મોટી બેંકો પર કડક કાર્યવાહી કરી છે. આ બેંકોમાં પંજાબ નેશનલ બેંક (PNB), કોટક મહિન્દ્રા બેન્ક અને IDFC ફર્સ્ટ બેન્કનો સમાવેશ થાય છે. આરબીઆઇના ધોરણો અને માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ આ બેંકો પર લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કોટક મહિન્દ્રા બેન્ક પર 'લોન વિતરણની સિસ્ટમ અને કાયદાકીય નિયમો'ના ઉલ્લંઘન બદલ 61.4 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. તો બીજી તરફ, IDFC ફર્સ્ટ બેન્કે 'નો યોર કસ્ટમર' (KYC) નિયમોનું પાલન ન કરવા બદલ 38.6 લાખ રૂપિયાનો દંડ ભોગવવો પડ્યો છે. આ ઉપરાંત, પંજાબ નેશનલ બેન્કને ગ્રાહક સેવા સંબંધિત આરબીઆઇની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ 29.6 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.

આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે આ દંડ બેંકોના ગ્રાહકો સાથેના વ્યવહારો પર કોઈ અસર નહીં કરે. આ દંડની રકમ બેંકોએ જ ચૂકવવાની રહેશે. કેન્દ્રીય બેંકનું આ પગલું નાણાંકીય ક્ષેત્રમાં નિયમોની પાલન અને પારદર્શિતા જાળવવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યું છે.

 

(1:08 PM IST)