News of Friday, 18th April 2025
અજમેર દરગાહનો વિવાદ પહોંચ્યો હાઇકોર્ટમાં
દરગાહની અંદર શિવમંદિર હોવાનો દાવો

જયપુરઃ અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની અંદર શિવ મંદિરના દાવાને લઇને મામલો ગુરૂવારે રાજસ્થાન હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ખાદીમના સંગઠન અંજુમન સૈયદ ઝદગનએ, અજમેર સિવીલ કોર્ટમાં મંદિરના દાવાની સુનાવણી પર રોક લગાવવા માટે હાઇકોર્ટમાં અપિલ કરી છે.
જસ્ટીસ વિનોદકુમાર ભરવાનીની ખંડપીઠે અરજીની સુનાવણી કરી હતી અને આ ગામી સુનવણી આવતા સપ્તાહે કરવાનું કહયું હતું. સંગઠને દલીલ કરી હતી કે સુપ્રિમ કોર્ટ પહેલાથી જ પ્લેસીસ ઓફ વર્શીપ એકટ ૧૯૯૧ ની બંધારણીય માન્યતાની તપાસ કરી રહી છે. તેણે નીચલી અદાલતોને સમાન બાબતોની સુનવણી કરવા પર પ્રતિબંધ મુકેલો છે, તેમ છતાં અજમેર સિવીલ કોર્ટે આગળની સુનાવણી ૧૯ એપ્રિલે સુનિヘીત કરવા સાથે આગળની કાર્યવાહી ચાલુ રાખી છે.સમિતિએ હાઇકોર્ટને સિવીલ કોર્ટની કાર્યવાહી અટકાવવા વિનંતી કરી છે.
હાઇકોર્ટમાં અંજુમન કમિટીની અરજીનો વિરોધ કરતા, કેન્દ્રનું પ્રતિનિધીત્વ કરતા એડીશનલ સોલીસીટર જનરલ આર.ડી.રસ્તોગીએ દલીલ કરી હતી કે કમિટી મુળ કેસમાં પક્ષકાર નથી અને તેથી તેની અરજી સ્વીકારવી યોગ્ય નથી. આવતા અઠવાડીયે આ કેસની હાઇકોર્ટ સુનાવણી કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે રપ સપ્ટેમ્બર ર૦ર૪ ના રોજ હિંદુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ અજમેર સિવીલ કોર્ટમાં દરગાહમાં શિવમંદિર હોવાનો દાવો કરીને અરજી દાખલ કરી હતી. સિવીલ કોર્ટે અરજી સ્વીકારીને અજમેર દરગાહ સમિતિ, લઘુમતી બાબતોના મંત્રાલય અને એએસઆઇને નોટીસ પાઠવી હતી.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
