<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ભારતીયો માટે ગર્વની ક્ષણ : ભગવદ્દ ગીતા અને નાટય શાસ્‍ત્રને યુનેસ્‍કોના મેમરી ઓફ ધ વર્લ્‍ડ રજિસ્‍ટરમાં સ્‍થાન

વડાપ્રધાન મોદીએ આ અંગે ખુશી વ્‍યકત કરી : ગજેન્‍દ્રસિંહ શેખાવતે સોશિયલ મીડિયા પોસ્‍ટમાં કરી જાહેરાત

નવી દિલ્‍હી, તા.૧૮: આજે વર્લ્‍ડ હેરીટેજ ડેના દિવસે ભારતીયો માટે ખુશીના સમાચાર છે. ભગવદ ગીતા અને ભરત મુનિના નાટયશાષાને યુનેસ્‍કોના મેમરી ઓફ ધ વર્લ્‍ડ રજિસ્‍ટરમાં સામેલ કરવામાં આવ્‍યા છે. કેન્‍દ્રીય સંસ્‍કળતિ અને પર્યટન પ્રધાન ગજેન્‍દ્રસિંહ શેખાવતે સોશિયલ મીડિયા પોસ્‍ટમાં આ અંગે જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ આ અંગે ખુશી વ્‍યક્‍ત કરી. તેમણે તેને વિશ્વભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી.

વડાપ્રધાન મોદીએ કેન્‍દ્રીય સંસ્‍કળતિ અને પર્યટન પ્રધાન ગજેન્‍દ્રસિંહ શેખાવતની X પોસ્‍ટ શેર કરી હતી. વડાપ્રધાન મોદીએ લખ્‍યું કે આ દુનિયાભરમાં ફેલાયેલા દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. યુનેસ્‍કોના મેમોરી ઓફ ધ વર્લ્‍ડ રજિસ્‍ટરમાં ગીતા અને નાટય શાષાનો સમાવેશ એ આપણા શાશ્વત જ્ઞાન અને સમળદ્ધ સંસ્‍કળતિની વૈશ્વિક માન્‍યતા દર્શાવે છે. ગીતા અને નાટય શાષાએ સદીઓથી સભ્‍યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેમની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપતી રહે છે.

યુનેસ્‍કોના મેમરી ઓફ ધ વર્લ્‍ડ રજિસ્‍ટરમાં પેઢીઓથી સમાજ પર અસર રહ્યા હોય એવા મહત્‍વપૂર્ણ ઐતિહાસિક ગ્રંથો, હસ્‍તપ્રતો અને દસ્‍તાવેજોને સામેલ કરવામાં આવે છે.

યુનેસ્‍કોના મેમરી ઓફ ધ વર્લ્‍ડ રજિસ્‍ટરમાં ભગવાન કળષ્‍ણ અને અર્જુન વચ્‍ચેનો પવિત્ર સંવાદને ભગવદ ગીતામાં સમાવવામાં આવ્‍યો છે, આ ગ્રંથને સદીઓથી ભારતીય સમાજ માટે આધ્‍યાત્‍મિક અને દાર્શનિક આધારસ્‍તંભ છે.

જયારે, પ્રાચીન ઋષિ ભરત મુનિ દ્વારા લખાયેલ નાટયશાષાને પ્રદર્શન કલા, ખાસ કરીને રંગભૂમિ, નળત્‍ય અને સંગીત પરનો પાયો માનવામાં આવે છે.

મેમરી ઓફ વર્લ્‍ડ રજિસ્‍ટરમાં વિશ્વ અને વૈશ્વિક સ્‍તર માટે ઉપયોગી દસ્‍તાવેજોનો સમાવેશ થાય છે. આંતરરાષ્‍ટ્રીય સલાહકાર સમિતિની ભલામણ પછી કોઈપણ દસ્‍તાવેજને તેમાં સ્‍થાન આપવામાં આવે છે. આનાથી દસ્‍તાવેજનું મહત્‍વ વધી જાય છે અને તેને સુરક્ષિત રાખવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. મે ૨૦૨૩ સુધીમાં, ૪૯૪ રેકોર્ડ ઉમેરવામાં આવ્‍યા હતા.

ભરત મુનિના નાટય શાષામાં, સંગીતની શૈલીઓ સાથે, સાહિત્‍યની ઘણી શૈલીઓનું પણ વિગતવાર ચિત્રણ કરવામાં આવ્‍યું છે. તેમાં ગાયન, નળત્‍ય, કવિતા, નાટક અને સૌંદર્ય શાષાના અન્‍ય પ્રકારોનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે આધુનિક સમયમાં ઘણા સંગીત વાદ્યો વિશેની માહિતી ભરત મુનિના નાટય શાષામાંથી મેળવવામાં આવી છે. જ્‍યારે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા સનાતન ધર્મના સૌથી પવિત્ર ગ્રંથોમાંનો એક છે.

(3:35 PM IST)