<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

દૂરના ગ્રહમાં જીવન હોવાના મળ્‍યા સંકેત

પૃથ્‍વીથી ૮૮ ગણો મોટો છે K2-18B ગ્રહ ૧૨૪ પ્રકાશ વર્ષના અંતરે આવેલ છે

વોશીંગ્‍ટનઃ અવકાશ વિજ્ઞાનીઓને નવા પરંતુ કામચલાઉ પુરાવાઓ મળ્‍યા છે કે અન્‍ય તારાની પરિક્રમા કરતી દૂરની દુનિયામાં જીવન હોઇ શકે છે. રોયટર્સ અને બીબીસીએ ફરીથી અહેવાલ આપ્‍યો છે કે K2-18B નામના ગ્રહના વાતાવરણનો અભ્‍યાસ કરતી ટીમે પૃથ્‍વી પરના પરમાણુઓના ચિન્‍હો શોધી કાઢયા છે જે ફકત સાદા જીવો દ્વારા ઉત્‍પન્ન થાય છે. જેમ્‍સ વેબ ટેલીસ્‍કોપ દ્વારા આ શોધ શકય બની હતી જેણે પૃથ્‍વી પર ઉત્‍પન્ન થતા વાયુઓના કેમિકલ ફિંગર પ્રિન્‍ટસ શોધી કાઢયા હતા.

K2-18Bના વેબ અવલોકનમાં  જૈવિક પ્રક્રિયામાં સામેલ બે વાયુઓ ડાઇ મીથાઇલ સલ્‍ફાઇડ અને ડાય મિથાઇલ ડી સલ્‍ફાઇડ સામેલ છે,જે પૃથ્‍વી પર જીવંત જીવો દ્વારા ઉત્‍પન્ન થાય છે. ખાસ કરીને શેવા દ્વારા સશોધકોએ જણાવ્‍યું હતું કે આ સૂચવે છે કે આ ગ્રહ પર સૂક્ષ્મ જીવન હોઇ શકે છે. જો કે તેઓએ ભાર મૂકયો કે તેઓ વાસ્‍તવિક જીવન અથવા જીવાણૂઓની શોધની જાહેરાત નથી કરી રહ્યા પણ એક શકયતા હોવાનું જણાવી રહ્યા છે. આમાં વધુ અવલોકનોની જરૂર કોઇ પણ તારણ પર આવતા હોય છે.

K2-18B પૃથ્‍વી કરતા ૮૮ ગુણો વિશાળ છે અને તેનો વ્‍યાસ ૨.૬ ગણો મોટો છે. તે એવા અંતરે હેબીટેબલ ઝોનમાં પરિભ્રમણ કરે છે.,જયાં પ્રવાહી પાણી, જીવન માટેનું મુખ્‍ય ઘટક, ગ્રહની સપાટી પર અસ્‍તિત્‍વમાં હોઇ શકે છે. આ ગ્રહ આપણાં સૂર્ય કરતાં નાના અને ઓછા પ્રકાશવાળા લાલ વામન  તારાની આસપાસ લીઓ નક્ષત્રમાં પૃથ્‍વીથી લગભગ ૧૨૪ પ્રકાશવર્ષના અંતરે સ્‍થિત છે.(૩૮.૨૩)

(4:10 PM IST)