<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

આસામ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને જબરી સફળતા :ગઠબંધન 325 બેઠકો પર બિનહરીફ જીત્યું

આસામની પંચાયત ચૂંટણીમાં ભાજપ ગઠબંધન 325 બેઠકો પર બિનહરીફ જીત્યું :આસામમાં પંચાયત ચૂંટણી માટે મતદાન 2 મે અને 7 મેના રોજ યોજાશે

ગુવાહાટી. આસામમાં પંચાયત ચૂંટણી પહેલા રાજ્યમાં 348 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આમાંથી ભાજપ ગઠબંધનને 325 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસ અને અન્યને માત્ર 23 બેઠકો મળી છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ટ્વિટર પર એક પોસ્ટમાં એક ચાર્ટ શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ ગઠબંધન ચૂંટણી પહેલા જ 37 જિલ્લા પરિષદ અને 288 ઝોનલ પંચાયત બેઠકો બિનહરીફ મેળવી ચૂક્યું છે

.ઝોનલ કાઉન્સિલની ૧૩ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ બિનહરીફ જીત મેળવી છે, કોંગ્રેસે નવ અને AIUDFએ એક બેઠક જીતી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આસામના રાજકીય ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ જનાદેશ છે.

તેમણે કહ્યું કે આ આસામના લોકોનો ભાજપ ગઠબંધન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેનો વિશ્વાસ અને અપાર પ્રેમ છે. અમને વિશ્વાસ છે કે અંતિમ ચૂંટણી પરિણામો જાહેર થશે ત્યારે આ સંખ્યા વધુ વધશે. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે, બિનહરીફ બેઠકોની સંખ્યા શનિવારે જાહેર કરવામાં આવશે.ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે મતદાન 2 મે અને 7 મેના રોજ બે તબક્કામાં યોજાશે. પંચાયત ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ છે. પંચાયત ચૂંટણીની મતગણતરી ૧૧ મેના રોજ થશે. ગ્રામ પંચાયતોમાં કુલ ૨૧,૯૨૦ બેઠકો, ઝોનલ કાઉન્સિલોમાં ૨,૧૯૨ બેઠકો અને જિલ્લા પરિષદોમાં ૩૯૭ બેઠકો છે

 

(9:51 PM IST)