News of Friday, 18th April 2025
સીટી સ્કેનના વધુ પડતા ઉપયોગથી કેન્સર થવાની આશંકા : સ્ટડી
અમેરિકામાં એક લાખ લોકોને કેન્સર થવાની આશંકાઃઅમેરિકામાં ૨૦૨૩માં ૯.૯૩ કરોડ લોકોની કમ્પ્યુટેડ ટોમોગ્રાફી એટલે કે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું

વોશિંગ્ટન, તા.૧૮: JAMA ઈન્ટરનલ મેડિસિન નામની પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકામાં સીટી સ્કેનના કારણે એક લાખ નવા કેન્સરના દર્દીઓ વધવાની આશંકા છે, જેમાં દસ હજાર જેટલા કેસ તો બાળકોના હોઈ શકે છે. અમેરિકામાં ૨૦૨૩માં ૯.૯૩ કરોડ લોકોની કમ્પ્યુટેડ ટોમોગ્રાફી એટલે કે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાંથી અનેક લોકોને કેન્સર થવાની શક્યતા વધી ગઈ છે. આ આંકડો આલ્કોહોલથી થતા કેન્સર જેટલો જ છે. અમેરિકામાં ૨૦૦૯થી સીટી સ્કેનના કારણે થતા કેન્સરમાં ૩૦%નો વધારો થયો છે. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને વારં વાર સીટી સ્કેન કરાવે છે, તો તે વ્યક્તિને કેન્સર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ રિસર્ચ કોઅમેરિકામાં દર્દીઓ પર થઈ રહેલા સ્કેનના આધારે કરવામાં આવ્યો છે. અમેરિકામાં કરવામાં આવેલા આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્સરના કેસમાં ૫ ટકા સીટી સ્કેન કરાવવાના કારણે થઈ શકે છે. આવા લોકોને કેન્સર થવાની આશંકા વધારે છે, જેઓએ તેમના જીવનમાં કેટલીયે વાર સીટી સ્કેન કરાવ્યું હતું. રિસર્ચમાં કહ્યું છે કે, સ્કેન દરમિયાન મશીનમાંથી નીકળતા રેડિયેશન કેન્સરનો ખતરો વધારે છે.
જરુરી નથી કે, સીટી સ્કેન સંપૂર્ણરીતે નુકસાન કારક છે. આ એક ઉપયોગી અને જીવનરક્ષક ટેકનીક છે. પરંતુ જરરિયાતથી વધારે અથવા કોઈ કારણ વગર તેનો પ્રયોગ તમારા આરોગ્ય માટે ખતરો સાબિત થઈ શકે છે.
આમ તો ડોક્ટર સામાન્ય રીતે ત્યારે જ સીટી સ્કેન કરાવવી સલાહ આપે છે જ્યારે ખૂબ જરુરી હોય. તેના બદલે તને MRI,અલ્ટ્રાસાઉન્ડ અથવા અન્ય ટેકનિકથી દર્દીના બીમારીની માહિતી મળી શકે છે, તો એવા વિકલ્પ યોગ્ય થઈ શકે છે.
ડોક્ટર દ્વારા જો તમને કોઈ કારણવશ સીટી સ્કેન કરવાની સલાહ આપવામાં આવી હોય તો, ડોક્ટરને જરુર પૂછો કે આના સિવાય કોઈ વિકલ્પ છે કે નહીં.
ડોક્ટરને જૂના સ્કેનની માહિતી આપો, જેથી કરીને બીજીવાર બચી શકાય.
બાળકોના સ્કેનમાં ખાસ ધ્યાન રાખો, ઓછા ડોઝ વાળી ટેકનિકનો ઉપયોગ કરે.
ગર્ભવતિ મહિલાઓ ડોક્ટરની સલાહ વગર ક્યારેય સ્કેન ન કરાવે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
