<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th April 2025

બાંગ્લાદેશમાં ઘેરાયુ આર્થિક સંકટ: મંદી, મોંઘવારીને કારણે લોકો બની રહ્યા કંગાળ: IMF એ પણ લોન માટે લટકાવ્યુ

ટેક્સમાં સુધારા અને કરન્સી એક્સચેન્જને લઈને બંને વચ્ચે હજુ મડાગાંઠ ઉકેલાઈ નથી: બાંગ્લાદેશ અને IMF વચ્ચે 4.7 બિલિયન ડોલરની લોન આપવા અંગે હજુ સુધી કોઈ સંમતિ સાધી શકાઈ નહીં

નવી દિલ્હી :  બાંગ્લાદેશ હાલ તેના અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. મોંઘવારી, તૂટતી GDP, ગરીબીની ગર્તામાં ધકેલાયેલા બાંગ્લાદેશે IMF તરફ નજર દોડાવી અને લોન માટે હાથ લંબાવ્યો તો IMF દ્વારા લોન તો નથી મળી પરંતુ માત્ર આશ્વાસન મળ્યુ છે. બાંગ્લાદેશ અને IMF વચ્ચે 4.7 બિલિયન ડોલરની લોન આપવા અંગે હજુ સુધી કોઈ સંમતિ સાધી શકાઈ નથી

 ટેક્સમાં સુધારા અને કરન્સી એક્સચેન્જને લઈને બંને વચ્ચે હજુ મડાગાંઠ ઉકેલાઈ નથી. આ અંગેની હવે પછીની તમામ વાટાઘાટો વોશિંગ્ટનમાં થવાની છે, જેમા બાંગ્લાદેશને આપવામાં આવનારા આગામી હપ્તાને લઈને નિર્ણય લેવાઈ શકે

 

(12:28 AM IST)