તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 20th April 2025
શ્રીનગર-જમ્મુ ભૂસ્ખલનમાં 50 ગુજરાતીઓ અટવાયા :બનાસકાંઠા કલેકટરે કરી વાત : બચાવ ટુકડી રવાના
મોડીરાત સુધીમાં ફસાયેલા તમામ ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડી લેવા તજવીજ

શ્રીનગરથી જમ્મુ વચ્ચે થયેલા ભૂસ્ખલનને કારણે ત્યાં ફરવા માટે ગયેલા 50 ગુજરાતીઓ અટવાઈ ગયાં છે. જેમાં ગાંધીનગરના 30 અને પાલનપુરના 20 લોકો અટવાયા હોવાની માહિતી મળી છે. પાલનપુરની અંબિકા ટ્રાવેલ્સમાં પ્રવાસીઓ કાશ્મીર ફરવા માટે ગયા હતાં. વહેલી સવારથી અટવાયેલા ગુજરાતીઓ મદદની માગ કરી રહ્યા છે
દરમિયાન શ્રીનગરથી જમ્મુ વચ્ચે થયેલા ભૂસ્ખલનને કારણે અટવાયેલા ગુજરાતી પ્રવાસીઓને મદદ માટે તંત્ર પહોંચી રહ્યાના અને અંગે બનાસકાંઠાના કલેકટરે વાતચીત કરી હોવાનું જાણવા મળે છે બનાસકાંઠા કલેકટર દ્વારા ત્યાંના તંત્રવાહકો સાથે વાતચીત કરતા બચાવ ટુકડી રવાના થયાનું અને મોડીરાત્ર સુધીમાં તમામ ગુજરાતીઓને સલામત સ્થળે લઇ જવાય તેવી તજવીજ હાથ ધરાઈ છે
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
