<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th April 2025

ઇસ્ટર પર ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર નિશાન સાધ્યું : બાઇડનને 'અત્યંત વિનાશક મૂર્ખ' ગણાવ્યા

ટ્રમ્પે ઇસ્ટરની શુભેચ્છાઓ સાથે પોતાના વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા : સરહદો ખુલ્લી મૂકીને ગુનેગારોને દેશમાં ઘૂસાડવાનો આરોપ લગાવ્યો


વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્ટરના અવસર પર ડેમોક્રેટ્સ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રાષ્ટ્રપતિ બાઇડનને ‘અત્યંત વિનાશક મૂર્ખ’ ગણાવ્યા હતા. ટ્રમ્પે તેમની દેશનિકાલ નીતિઓને નિષ્ફળ બનાવવાના પ્રયાસો કરનારાઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

"રાષ્ટ્રપતિ ટ્રમ્પે રવિવારે તેમના ટ્રુથ સોશિયલ પર એક લાંબી પોસ્ટમાં લખ્યું હતું કે, મારા દેશમાં ખૂનીઓ, ડ્રગ લોર્ડ્સ, ખતરનાક કેદીઓ, માનસિક રીતે અસ્થિર લોકો અને કુખ્યાત MS-13 ગેંગના સભ્યો અને પત્નીઓને મારનારાઓને પાછા લાવવા માટે સંઘર્ષ કરી રહેલા તમામ કટ્ટર ડાબેરી પાગલોને ઇસ્ટરની શુભેચ્છાઓ."

તેમણે આગળ લખ્યું હતું કે, "સ્લીપી જો બાઇડને જાણી જોઈને લાખો ગુનેગારોને આપણા દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી, જેમને કોઈ પણ પ્રકારની તપાસ કે ચકાસણી વગર ખુલ્લી સરહદોની નીતિ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. આ નીતિ અમેરિકા પર કરવામાં આવેલી સૌથી વિનાશક કાર્યવાહી તરીકે ઇતિહાસમાં નોંધાશે."

તેમણે વધુમાં કહ્યું હતું કે, “પરંતુ તેમને, અને જે વ્યક્તિએ ઓટો પેન ચલાવી અને ચાલાકી કરી (કદાચ આપણા વાસ્તવિક રાષ્ટ્રપતિ!), અને 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છેતરપિંડી કરનારા તમામ લોકોને, જેથી આ અત્યંત વિનાશક મૂર્ખ ચૂંટાઈ શકે, હું તમને ખૂબ જ પ્રેમ, નિષ્ઠા અને સ્નેહ સાથે, ખૂબ જ ખુશ ઇસ્ટરની શુભેચ્છા પાઠવું છું!!!”

આ પોસ્ટમાં ટ્રમ્પે અમેરિકાની સરહદો ખુલ્લી મૂકીને ગુનેગારોને દેશમાં ઘૂસાડવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેમણે રાષ્ટ્રપતિ બાઇડન પર આકરા પ્રહારો કર્યા હતા.

 

(9:46 PM IST)