<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th April 2025

રશિયન હુમલાઓ ચાલુ રહેતા યુક્રેન દ્વારા સંપૂર્ણ યુદ્ધવિરામની માંગણી

ઝેલેન્સકીનો આરોપ: પુતિન દ્વારા જાહેર કરાયેલ ઇસ્ટર યુદ્ધવિરામ માત્ર દેખાડો : રશિયન સૈનિકો દ્વારા આર્ટિલરી અને ડ્રોનથી હુમલાઓ યથાવત

કીવ: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયાને સંપૂર્ણ યુદ્ધવિરામ લાગુ કરવા અને તેને 30 દિવસ સુધી લંબાવવા હાકલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રશિયન નેતા વ્લાદિમીર પુતિન દ્વારા ઇસ્ટર યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં મોસ્કોના દળોએ હુમલાઓ ચાલુ રાખ્યા છે.

ઝેલેન્સકીએ રવિવારે વહેલી સવારે જણાવ્યું હતું કે રશિયન સૈન્ય હજી પણ આર્ટિલરી અને ડ્રોનથી હુમલો કરી રહ્યું છે જ્યારે "યુદ્ધવિરામની સામાન્ય છાપ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે." તેમણે કહ્યું કે યુક્રેનિયન સૈનિકો રક્ષણાત્મક રીતે જવાબ આપી રહ્યા છે.

તેમણે પુતિનની યુદ્ધવિરામની જાહેરાતને માત્ર એક દેખાડો ગણાવ્યો અને રશિયાને વાસ્તવિક અર્થમાં યુદ્ધવિરામ લાગુ કરવા અને તેને લંબાવવા માટે આગ્રહ કર્યો છે. યુક્રેનની આ માંગણી એવા સમયે આવી છે જ્યારે પૂર્વીય યુક્રેનમાં રશિયન હુમલાઓ તીવ્ર બન્યા છે.

 

(9:51 PM IST)