તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
વક્ફ કાયદા બાદ યુસીસીની તૈયારી : ભાજપનો સંકેત - હજુ તો શરૂઆત છે : જુઓ વિડીયો
મોદી સરકારના ત્રીજા કાર્યકાળના નિર્ણયોનો ઉલ્લેખ : યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં ભાજપનો મજબૂત સંકેત : વિપક્ષના દાવાઓ વચ્ચે ભાજપનો વીડિયો વાયરલ

🚨 Big Moves Under Modi 3.0 🚨
— BJP (@BJP4India) April 20, 2025
The journey’s just begun… 😎
Watch👇 pic.twitter.com/CqcrZOcS4f
નવી દિલ્હી: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં લેવાયેલા વિવિધ નિર્ણયોનો ઉલ્લેખ કરતા ભાજપે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની દિશામાં મજબૂત સંકેત આપ્યા છે. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે આ તો માત્ર શરૂઆત છે.
ભાજપે રવિવારે 'એક્સ' પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો દ્વારા ભાજપે સ્પષ્ટ કર્યું છે કે હવે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાનો વારો છે. વીડિયોમાં ભાજપે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના નિર્ણયો અને સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સંસદમાંથી વક્ફ બિલ પસાર થવું, 26/11ના આરોપી તહવ્વર રાણાને અમેરિકાથી ભારત લાવવો, જમીન મામલે રોબર્ટ વાડ્રાની પૂછપરછ વગેરેનો સમાવેશ થાય છે. પોસ્ટમાં ભાજપે જણાવ્યું છે કે આ તો માત્ર શરૂઆત છે.
એક મિનિટ અને છ સેકન્ડના આ વીડિયોની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે વિપક્ષનું કહેવું હતું કે મોદી 3.0નો કાર્યકાળ નબળો રહેશે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપને પૂર્ણ બહુમતી ન મળવા પર વિપક્ષની પ્રતિક્રિયા પણ વીડિયોમાં દર્શાવવામાં આવી છે. વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે મોદી સરકારને જનમત નથી અને આ સરકાર ગમે ત્યારે પડી શકે છે. ત્યારબાદ વડાપ્રધાન મોદીની એન્ટ્રી થાય છે અને પછી મોદી સરકારના ત્રીજા કાર્યકાળની વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવે છે.
વીડિયોમાં નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ, મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, તહવ્વુર રાણાને ભારત લાવવો, રોબર્ટ વાડ્રાની પૂછપરછ અને વક્ફ સુધારા કાયદો બનવો દર્શાવવામાં આવ્યું છે. હરિયાણા, દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભાજપની જીતનો પણ ઉલ્લેખ છે.
વીડિયોના અંતમાં જણાવવામાં આવ્યું છે કે હવે યુનિફોર્મ સિવિલ કોડનો વારો છે. સ્ક્રીન પર "યુનિફોર્મ સિવિલ કોડ લોડિંગ" લખેલું દેખાય છે. આ વીડિયોથી સ્પષ્ટ થાય છે કે ભાજપ હવે યુસીસી લાવી શકે છે. ઉત્તરાખંડની ભાજપ સરકારે થોડા સમય પહેલા જ તેને પોતાના રાજ્યમાં લાગુ કર્યું છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, "મોદી 3.0ના મોટા નિર્ણયો. સફર તો હજુ શરૂ થઈ છે."
તાજેતરમાં જ ભાજપે વક્ફ સુધારા વિધેયક 2025ને લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરાવ્યું છે. ગયા વર્ષે તેને જેપીસીમાં મોકલવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને ફરીથી સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. બંને ગૃહોમાં લાંબી ચર્ચા બાદ બિલ પસાર થયું હતું. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે આ બિલનો જોરદાર વિરોધ કર્યો છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ કાયદો પણ બની ગયો છે. જોકે, વિપક્ષના ઘણા સાંસદોએ આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટમાં કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે આગામી એક સપ્તાહ સુધી કાયદા હેઠળ વક્ફ બાય યુઝરની સંપત્તિને ડિનોટિફાઇ અને વક્ફ બોર્ડમાં કોઈ નિમણૂક કરવામાં આવશે નહીં.
(8:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
