News of Monday, 21st April 2025
વીણીવીણીને નકસલીઓનો સફાયોઃ વધુ આઠ હણાયા
બોકારોમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં આઠ નકસલી ઠારઃ ૧ કરોડનો ઇનામધારી પણ મર્યો : ઘટના સ્થળેથી હથિયારો જપ્તઃ વહેલી સવારે ૪ વાગ્યે ઓપરેશનઃ અઢી કલાક ચાલ્યુ

બોકારો તા.ર૧: સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે મોટી સફળતા મેળવી છે અને એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર લુગુબુરુ ટેકરી વિસ્તારમાં થયું હતું. ઘટનાસ્થળેથી ત્રણ હથિયારો પણ મળી આવ્યા હતા. હાલમાં, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા નક્સલીઓમાં એવા લોકો પણ સામેલ હતા જેમના પર ૧ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, લુગુ પર્વતની તળેટી સહિત સમગ્ર વિસ્તારમાં પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, નક્સલી પ્રવળત્તિઓ સાથે સંબંધિત શષાો અને અન્ય વસ્તુઓની શોધ કરવામાં આવી રહી છે. તે જ સમયે, પોલીસના ડરથી ઘણા નક્સલીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હોવાના સમાચાર છે.
મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર ઝોનલ કમાન્ડર બિરસેન અને એરિયા કમાન્ડર કુંવર માંઝીની ટુકડી સાથે થયું હતું. એસપી મનોજ સ્વર્ગિયારીએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ઝુંબેશ પૂરી થયા પછી જ વાસ્તવિક સંખ્યા જાણી શકાશે. એસપીએ જણાવ્યું કે આ બંનેની ટુકડીમાં ૮ થી ૧૦ નક્સલીઓ શામેલ હોવાની માહિતી હતી. જોકે, સંપૂર્ણ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર અઢી કલાક સુધી ચાલ્યું હતું અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. જાગેશ્વર વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળવાખોરીથી પ્રભાવિત લુગુ ટેકરીની તળેટીમાં વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. નોંધનીય છે કે બોકારો જિલ્લામાં લુગુ ટેકરી અને ઝુમરા ટેકરી નક્સલીઓના છુપાયેલા સ્થળો છે અને સુરક્ષા દળો તેની આસપાસના વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આઠ નક્સલીઓ માર્યા ગયા અને બે INSAS રાઇફલ, એક સેલ્ફ-લોડિંગ રાઇફલ (SLR), AK-૪૭ અને એક પિસ્તોલ સહિત અનેક શષાો જપ્ત કરવામાં આવ્યા.
કોઈ સુરક્ષા કર્મચારી ઘાયલ થયાના સમાચાર નથી. કોબ્રા એ CRPFનું એક ખાસ જંગલ યુદ્ધ એકમ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, લુગુ ટેકરીની તળેટીમાં ચોરગાંવ મુંડાટોલીની આસપાસ ગોળીબારનો અવાજ સાંભળીને તેઓ સવારે ૪ વાગ્યે જાગી ગયા. જ્યારે અમે બહાર જઈને જોયું તો આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ હાજર હતું. પોલીસે આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. (૩પ.૧૮)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
