તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
બ્યૂટીફુલ માસીને જોઈ ભાણેજ ફીદા થયોઃ મોકો જોઈ ઘરેથી ભાગી ગયા
સંબંધોની મર્યાદાની છિન્નભિન્ન ...પતિ પોતાની પત્નીને પાછી લાવી આપવા માટે આજીજી કરી રહ્યો છે

મુઝફ્ફરનગર,તા.૨૧: આજકાલ યુપીમાં પતિ-પત્ની, સાસુ-જમાઈ, વેવાઈ-વેવાણના કેટલાય કિસ્સા સામે આવી રહ્યા છે. આ તમામ કિસ્સાઓમાં કયાંકને કયાંક સંબંધોની મર્યાદાની છિન્નભિન્ન થઈ રહી છે. હવે મુઝફ્ફરનગર જિલ્લામાં આવેલી એસએસપી કાર્યાલય પર એક પતિ પોતાની પત્નીને પાછી લાવી આપવા માટે આજીજી કરી રહ્યો છે. હકીકતમાં જોઈએ તો શખ્સની પત્ની પોતાના ૩ બાળકોને છોડી પ્રેમ-પ્રસંગના કારણે પોતાના ભાણેજ સાથે ભાગી ગઈ છે. તો વળી પતિએ જ્યારે તેની સાથે વાત કરવાની કોશિશ કરી તો કહ્યું કે, મારો પીછો ન કરતો, નહીંતર સારુ પરિણામ નહીં આવે. હવે આ શખ્સ ડરી ગયો છે.
મુઝફ્ફરનગરના જાનસઠ કોતવાલી વિસ્તારના તિલંગ ગામના રહેવાસી એક ૪૦ વર્ષિય વ્યક્તિ સોનુના લગ્ન ૨૦૧૩માં ગલોપુર તલ્હેડી ગામમાં એક ૩૫ વર્ષિય રીતા નામની યુવતી સાથે થયા હતા. રીતા અને સોનુને ૩ બાળકો પણ છે. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પણ અચાનકથી ૧૯ માર્ચના રોજ રીતા ઘરેથી ભાગી ગઈ. તમામ જગ્યાએ શોધવા પર જ્યારે રીતાનો કયાંય પત્તો લાગ્યો નહીં તો પીડિત પતિ સોનુએ તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી.
પતિએ જણાવ્યું કે, જાણકારી મળી કે રીતા તેની બહેનના દીકરા એટલે કે ભાણેજ મોનુ સાથે લફરું હોવાના કારણે ભાગી ગઈ છે. થોડા દિવસ પહેલા મેરઠના મવાના પોલીસે બંનેની ધરપકડ પણ કરી હતી. જે બાદ રીતાને પોલીસે તેના પરિવારને સોંપી દીધી હતી. પણ આજે જ્યારે પીડિત પતિ સોનુ એસએસપી કાર્યાલય પર ટોચના અધિકારીઓને મળ્યો હતો, પત્ની પાછી લાવી આપવા માટે આજીજી કરી રહ્યો છે. તેણે જણાવ્યું કે તેની પત્ની તેના ભાણેજના ઘરમાં સાથે રહે છે.
પીડિત પતિ સોનુએ જણાવ્યું કે, અમે ખેતરમાં શેરડી વાઢી રહ્યા હતા, તો તેણે જણાવ્યું કે, છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. હું તેને ઘરે લાવી દવા અપાવી, મેં વિચાર્યું કે થોડો આરામ કરી પછી બીજા ડોક્ટરને બતાવીશું. ત્યાર બાદ અમે શેરડી ભરવા જતા રહ્યા. થોડી વારમાં તો તે મોનુ સાથે ભાગી ગઈ.
મોનુ અમારો ભાણેજ થાય છે. અમને નથી ખબર કે બંને વચ્ચે કયારેય સંબંધ બંધાયો. તેણે કહ્યું કે, મને ડર છે કે તે મને કયાંય જાનથી મારી ન નાખે. પત્નીએ કહ્યું હતું કે, મારો પીછો ન કરતા, નહીંતર તારો પણ ઈલાજ કરી નાખીશ. પત્નીએ પતિનો નંબર પણ બ્લોક કરી નાખ્યો છે.(૪૦.૨)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
