તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
શ્રીલંકાની હોટેલમાં શેફથી લઈને સિકયોરિટી ગાર્ડ સુધીનો તમામ સ્ટાફ મહિલાઓનો જ
થેમા કલેક્શન ગ્રુપ્સની તાજેતરમાં ૧૪મી હોટેલ ખૂલી છે એને મહિલાઓ દ્વારા ચલાવવાના મિશન સાથે જ ખોલવામાં આવી છે

કોલંબો તા.૨૧: વિશ્વભરમાં હોટેલ-ઇન્ડસ્ટ્રીમાં ૯૦ ટકા પુરુષોનું જ આધિપત્ય રહ્યું છે ત્યારે શ્રીલંકાની એક હોટેલ ઑલ વિમેન સ્ટાફ ધરાવે છે. થેમા કલેક્શન ગ્રુપ્સની તાજેતરમાં ૧૪મી હોટેલ ખૂલી છે એને મહિલાઓ દ્વારા ચલાવવાના મિશન સાથે જ ખોલવામાં આવી છે. શ્રીલંકાની આ પહેલી ઑલ વિમેન હોટેલ છે
મધ્ય શ્રીલંકામાં આવેલી બે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ દમ્બુલા કેવ ટેમ્પલ અને સિહગિરિ રૉક કિલા બાજુ ફરવા જવાનું થાય તો કંદલામા ગામ પાસે આવેલી એક ખાસ હોટેલમાં જરૂર રોકાવું જોઈએ. હજી જાન્યુઆરી મહિનામાં જ આ હોટેલ ખૂલી છે, પણ જે મિશન સાથે એ ખૂલી છે એને કારણે એ સાઉથ એશિયન દેશોમાં બહુ ફેમસ થઈ ગઈ છે. આ હોટેલ છે અમ્બા યાલુ. સ્થાનિક સિંહાલી ભાષામાં અમ્બા યાલુનો મતલબ થાય બેસ્ટ ફ્રેન્ડ. આ છે ઓન્લી વુમન ઑપરેટેડ હોટેલ. સામાન્ય રીતે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં રિસેપ્શન કે ફોન-સર્વિસ સિવાય ખાસ મહિલાઓ જોવા નથી મળતી, પણ અમ્બા યાલુમાં હોટેલના દરવાજે જે સિકયોરિટી ગાર્ડ છે ત્યાંથી લઈને રૂમમાં સર્વિસ આપનાર તમામ કામો માટે માત્ર મહિલાઓ જ છે. કંઈક તૂટયું-ફૂટયું અને મેઇન્ટેનન્સનું કામ કરવું પડે તો એના મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનું કામ પણ મહિલા જ કરે છે.
એવું નથી કે આ કોઈ નાનું ઢાબું કે સાવ -ાઇમરી સુવિધા આપતી હોટેલ હોય. આ ફોર-સ્ટાર હોટેલ છે અને દરેક કામ માટે યોગ્ય હોય એવી ચુનંદા પ્રતિભાઓ અહીં છે. સિકયૉરિટીનો કારભાર સંભાળે છે એક્સ આર્મી ઑફિસર દિલ્નાહી નામનાં બહેન. યુદ્ધમેદાનમાં કૌવત દેખાડી આવનારી આ મહિલાએ મહિલાઓની એવી ટીમ ટ્રેઇન કરી છે કે હોટેલના ચપ્પા-ચપ્પા પર બાજનજર રાખીને સુપર સુરક્ષિત રાખવા ખડેપગે રહે છે.
કંદલામા લેકના કિનારે અને ચોમેર હરિયાળા પર્વતોથી છવાયેલી નયનરમ્ય જગ્યાએ આવેલી આ હોટેલનાં માલિક છે ચંદ્રા વિક્રમસિંઘે. ચંદ્રાબહેનની થેમા કલેક્શન ગ્રુપ્સ નામની ઓલરેડી ૧૩ હોટેલો શ્રીલંકામાં છે. આ તેમની ૧૪મી હોટેલ છે અને તેમણે ખાસ મહિલાઓને જ મોકો આપવા માટે આ હોટેલ તૈયાર કરેલી. આવું મિશન હાથ ધરવાની જરૂર કેમ પડી? તો એ માટે જરાક શ્રીલંકન સમાજની સાઇકોલૉજી સમજીએ.
હોટેલના કામમાં જે પણ સ્કિલ્સની જરૂર પડે છે એસ્ત્રીઓમાં નહોતી એવું નહોતું. માત્ર તેમને હોટેલ માટે કામ કરતી કરવાની હતી. રિટાયર્ડ આર્મી વિમેન્સને સિકયોરિટીનો ભાર અપાયો, મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની મહિલાઓને ત્રણ મહિનાની સઘન ટ્રેઇનિંગ આપવામાં આવી, પ્રોફેશનલ મહિલા શેફ્સની તો કોઈ કમી છે જ નહીં. હોટેલની જનરલ મેનેજર જીવંતી અધિકારીનું કહેવું છે કે તેમણે જરૂરિયાતમંદ મહિલાઓને ટ્રેઇન કરીને હોટેલના કામ માટે તૈયાર કરી છે અને બધી જ મહિલાઓ છે એટલે સેફ્ટીની કોઈ ચિંતા છે જ નહીં. અમુક કામો માટે કોઈ પુરુષ આવે તો સારું એવી માન્યતા શરૂઆતમાં અહીંની મહિલાઓમાં પણ હતી જ, પણ એ અપેક્ષાને તોડવામાં બહુ ઝાઝો સમય ન લાગ્યો.
ભારતમાં કયાં છે ઓલ વિર્મન મેનેજ્ડ હોટેલ્સ?
ચેન્નઈની તાજ વેલિન્ગ્ટન મ્યુઝ એ ભારતની જ નહીં, સાઉથ એશિયાની સૌથી પહેલી માત્રસ્ત્રીઓ દ્વારા સંચાલિત હોટેલ બની હતી.
હૈદરાબાદની ધ વેસ્ટિન હૈદરાબાદ હાઈ-ટેક સિટી એ ફાઇવસ્ટાર હોટેલ પણ સંપૂર્ણપણેસ્ત્રીઓ દ્વારા મૅનેજ થાય છે.
પચમઢીમાં આવેલી અમલતાસ મધ્ય પ્રદેશ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોટેલ પણ એક્સક્લુઝિવલી મહિલાઓ દ્વારા સંચાલિત છે.(૩૮.૮)
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
