<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

સાસુ સાથે લગ્ન કરી જમાઈ પોતાના ગામડે પહોંચ્‍યોઃ લોકોએ પથ્‍થરમારો કર્યોઃ બંનેને પાછા કાઢયા

હાથમાં ઈંટ અને સાવરણાં લઈને લોકો તેમને મારવા લાગ્‍યા. તો વળી રાહુલના પિતાએ તો બંનેને ગાડીમાંથી ઉતરીને ગામની જમીન પર પગ મૂકવાની પણ ના પાડી દીધી

અલીગઢ તા.૨૧: હાલમાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક જ કિસ્‍સો ચર્ચામાં છે. એ છે જમાઈ-સાસુની લવ સ્‍ટોરી. એક કળિયુગી માએ પોતાની દીકરીનો થનારો પતિ છીનવી લીધો અને જમાઈ સાથે ઘરેથી ભાગી ગઈ. ૧૦ દિવસ બાદ જ્‍યારે પોલીસે તેમને પકડ્‍યા અને પૂછપરછ કરી તો ચોંકાવનારી વાતો સામે આવી. આખરે પોલીસે સાસુ-જમાઈની જોડીને છોડી મૂકી. હવે રાહુલ પોતાની દુલ્‍હન એટલે કે સાસુને લઈને પોતાના ઘરે પહોંચ્‍યો તો ગામ લોકોએ ઈંટો અને સાવરણા વડે બંનેને સ્‍વાગત કર્યું હતું.

પહેલા તો આ કિસ્‍સો શું છે એ જાણી લઈએ. આ કિસ્‍સો અલીગઢના મડરાક વિસ્‍તારનો છે. અહીં એક ગામમાં રહેતા જિતેન્‍દ્ર કુમાર બેંગલુરુમાં કામ કરતો હતો. થોડા મહિના પહેલા તેમણે દીકરી શિવાનીના લગ્ન રાહુલ સાથે નક્કી કર્યા હતા. દીકરીના લગ્ન માટે પિતાએ ૫ લાખના ઘરેણાં તૈયાર કરાવ્‍યા હતા અને ૩ લાખ ૫૦ હજાર રૂપિયા રોકડાની વ્‍યવસ્‍થા કરી હતી. પણ થનારો વરરાજો રાહુલ પોતાની પત્‍નીને મૂકી સાસુ પર ફિદા થઈ ગયો. તેથી બંનેએ ઘરેથી ભાગી જવાનો પ્‍લાન બનાવ્‍યો. ભાગતા પહેલા મહિલાએ પોતાની દીકરીના લગ્ન માટે બનાવેલા ઘરેણાં અને રૂપિયા પર હાથ સાફ કરી નાખ્‍યો.

પરિવારે આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે પોલીસે જ્‍યારે બંનેને ધરપકડ કરી તો સાસુએ જણાવ્‍યું કે, તેનો પતિ જિતેન્‍દ્ર તેની સાથે મારપીટ કરતો હતો. સાથે જ બંનેના લગ્નની વાતો પણ હવે સામે આવી છે. હવે પોલીસે બંનેને છોડી મૂકયા છે.

સાસુ અપના દેવી સાથે ભાગેલો જમાઈ રાહુલની મુશ્‍કેલીઓ ખતમ થવાનું નામ નથી લેતી. શનિવારે પોલીસે તેમને છોડી મૂકયા, બાદમાં રાહુલ પોતાની સાસુને લઈને ઘરે પહોંચ્‍યો. જ્‍યાં રાહુલના પિતા અને ગામના લોકો પહેલા જ તૈયાર ઊભા હતા. જેવું રાહુલ પોતાની પત્‍ની એટલે કે અપના દેવીને લઈને ગાડીમાંથી ઉતર્યો કે ગામના લોકોએ તેમને ભગાડ્‍યા. હાથમાં ઈંટ અને સાવરણાં લઈને તેમને મારવા લાગ્‍યા. તો વળી રાહુલના પિતાએ તો બંનેને ગાડીમાંથી ઉતરીને ગામની જમીન પર પગ મૂકવાની પણ ના પાડી દીધી. તેમણે કહ્યું કે, તેણે ખાલી ઘરની જ નહીં પણ આખા ગામની આબરૂના ધજાગરા ઉડાવ્‍યા.

રાહુલના પિતા ઓમવીરે કહ્યું કે, તેમને હવે રાહુલ સાથે કોઈ સંબંધ નથી અને તે રાહુલનું મોઢું જોવા પણ નથી માગતા. ઓમવીરે દીકરા રાહુલને ધમકાવતા કહ્યું કે ફરી વાર આ ગામમાં ઘૂસતો નહીં. આ બાજુ પોલીસ સ્‍ટેશનમાં પણ રાહુલ અને અપના દેવીને સમજાવવાની બહુ કોશિશ કરી. ત્‍યાં સુધી કે અપના દેવીના નાના દીકરાએ છાતીએ લગાવીને ખૂબ રડ્‍યો, ઘર આવવા માટે મનાવી પણ અપના દેવી જરાં પણ માની નહીં. તેણે સ્‍પષ્ટ ના પાડી દીધી કે હવે તે રાહુલ સાથે જ રહેશે. તો વળી બીજી તરફ રાહુલે પણ અપના દેવી સાથે જ રહેવાનો નિર્ણય કર્યો છે. કહ્યું કે, તેણે અપના દેવી સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે.(૩૮.૩)

(9:56 AM IST)