તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Monday, 21st April 2025
અઘરી નોટઃ માલિકે પગારમાં ૪૦૦૦નો કાપ મુકયો તો પાલતુ કૂતરો લઈને ભાગ્યોઃ હવે માગે છે ૨૫૦૦૦
માલિક તરફથી પગાર કાપી લેવાતા બદલો લેવા માટે તેણે પાલતુ કુતરાનું અપહરણ કરી લીધું

મુંબઈ તા૨૧: મુંબઈમાંથી એક એવો સમાચાર સામે આવી રહ્યો છે, જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ કિસ્સો પૈસાનો જ નથી, પણ તેની સાથે ભાવનાઓ પણ જોડાયેલી છે. જુહુ વિસ્તારની એક રહેણાંક બિલ્ડિંગમાં રહેતા જોશી પરિવારનો પાલતુ કૂતરો પ્રિક્સીનું અપહરણ થઈ ગયું હતું. આરોપી છે સિકયોરિટી સુપરવાઈઝર રાજેન્દ્ર પંઢારકર. કારણ છે પગારમાં ૪૦૦૦નો કાપ. હવે તે કૂતરાના બદલામાં ૨૫,૦૦૦ની ખંડણી માગી રહ્યો છે. પ્રિક્સી કોઈ સામાન્ય ડોગ નથી, પણ ૧૪ વર્ષથી જોશી પરિવાર સાથે રહેતો હતો. પોમેરેનિયન નસલનો આ ડોગ રોજ સવારે ગાર્ડ સાથે ફરતો હતો. ૧૫ એ-લિે પણ આવું જ બન્યું. પણ તે દિવસે ગાર્ડ પ્રિક્સીને લઈને પાછો આવ્યો નહીં.
રાજેન્દ્ર પંઢારકર પહેલા આ ઈમારતમાં કામ કરતો હતો. વિવાદ બાદ તેણે નોકરી છોડી દીધી અને હાલમાં જ પાછો આવ્યો. પણ આ વખતે તેના દિલમાં બદલાની આગ હતી. તેને લાગ્યું કે ૪૦૦૦નું નુકસાન એમ કંઈ જવા ન દેવાય. જેવો પ્રિક્સીને ફરવા લઈ જવાનો મોકો મળ્યો, તે તેને લઈને નીકળી પડ્યો. સીસીટીવીમાં તે ડોગ સાથે રિક્ષામાં બેસતા અને અંધેરી સ્ટેશનથી ટ્રેનમાં જતા જોયો.
અદિતિ જોશીનો પરિવાર -ક્સિીને ૧૪ વર્ષથી પાળી રહ્યો છે. તે રડતા જણાવે છે કે, તે અમારું સંતાન છે, તે ખાલી ડોગ નથી.ૅ પોલીસને જાણકારી મળી કે પંઢારકરે એક અન્ય ગાર્ડને મેસેજ મોકલ્યો. લખ્યું કે, પ્રિક્સી મારી પાસે છે. ૨૫૦૦૦ રૂપિયા આપો અને લઈ જાઓ. ત્યાર બાદથી તેનો ફોન બંધ આવી રહ્યો છે. જુહુ પોલીસે બીએનએસની કલમ ૩૧૬(૨) અંતર્ગત કેસ નોંધી લીધો છે. રેલવે પોલીસની મદદ લેવાઈ રહી છે. માનવામાં આવે છે કે, પંઢારકર મુંબઈથી બહાર ભાગી ચૂકયો છે.(૩૮.૨)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
