<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

નાલામાં મારા અસ્‍થી પધરાવ દેજોઃ પત્‍નિના ત્રાસથી એન્‍જીનીયરનો આપઘાતઃ મરતા પહેલા વિડીયો બનાવ્‍યો

યુપીમાં એક ચોંકાવનારી ઘટના

ઇટાવા તા.ર૧: બેંગલુરુના સોફ્‌ટવેર એન્‍જિનિયર અને આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ પ્રોફેશનલ અતુલ સુભાષની આત્‍મહત્‍યાએ મહિલાઓ દ્વારા પુરુષો પર લગાવવામાં આવતા ખોટા આરોપો સામે પુરુષોને રક્ષણ આપતો કાયદો બનાવવા અંગે ચર્ચા જગાવી હતી. એવામાં ઉત્તરપ્રદેશના ઇટાવા એક અતુલ સુભાષ આત્‍મહત્‍યા કેસ જેવો જ કિસ્‍સો બન્‍યો છે. એક હોટેલમાંથી એક એન્‍જિનિયરનો મળતદેહ મળી આવ્‍યો હતો, એક વિડીયો નોટમાં તેણે પત્‍ની પર હેરાનગતિનો આરોપ લગાવ્‍યો છે.

અહેવાલ મુજબ ઇટાવા રેલ્‍વે સ્‍ટેશનની બહાર સ્‍થિત એક હોટલમાંથી ૩૩ વર્ષીય એન્‍જિનિયર મોહિત યાદવનો મળતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્‍યો હતો. મોહિતે આત્‍મહત્‍યા કરતા પહેલા એક વીડિયો બનાવ્‍યો હતો, જેમાં તેણે પત્‍ની પર હેરાનગતીનો આરોપ લગાવ્‍યો હતો. વીડિયો બનવતા પહેલા તે શુક્રવારે પરિવારને મળી આવ્‍યો. મોહિતે વીડિયોમાં પ્રિયા સામે ઘણા ગંભીર આરોપ લગાવ્‍યા છે.

મોહિત યાદવ ઔરૈયા જિલ્લાનો રહેવાસી છે, તે એક સિમેન્‍ટ કંપનીમાં ફિલ્‍ડ એન્‍જિનિયર તરીકે કામ કરતો હતો. મળતી માહિતી મુજબ, મોહિતે સાત વર્ષ રીલેશનશીપમાં રહ્યા બાદ ૨૭ નવેમ્‍બર, ૨૦૨૩ના રોજ પ્રિયા સાથે લગ્ન કર્યા હતાં

મિલકત ટ્રાન્‍સફર કરવા દબાણ

વીડિયોમાં મોહિતે આરોપ લગાવ્‍યો છે કે બે મહિના પહેલા -યિાને બિહારમાં ખાનગી શાળામાં શિક્ષકની નોકરી મળી હતી, એ સમયે તે ગર્ભવતી હતી, પરંતુ પ્રિયાની માના કેહવા પર તેણે એબોર્શન કરાવ્‍યું હતું. વિડીયોમાં મોહિતે આરોપ લગાવ્‍યો કે પત્‍નીના નામે મિલકત ટ્રાન્‍સફર કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. દહેજના ખોટા આરોપો લગાવીને તેને ફસાવવાની ધમકી આપવામાં આવી રહી હતી.

‘મારા અસ્‍થીઓ ગટરમાં ફેંકી દેજો'

તેણે વીડિયોમાં કહ્યું જ્‍યારે તમને આ વીડિયો મળશે, ત્‍યારે હું આ દુનિયામાંથી જતો રહ્યો હોઈશ. જો પુરુષો માટે કોઈ કાયદો હોત તો મેં આ પગલું ન ભર્યું હોત. મારી પત્‍ની અને તેના પરિવાર દ્વારા થતી હેરાનગતિ હું સહન કરી શકુ એમ નથી.ઙ્ઘ

વીડિયોના અંતે મોહિતે ભારે હ્રદય સાથે માતાપિતાની માફી માંગતા કહ્યું કહ્યું, ‘‘જો મને ન્‍યાય ન મળે, તો મારા અસ્‍થીઓને ગટરમાં ફેંકી દેજો.''

સાસરિયાઓનો ત્રાસ

મોહિતના ભાઈએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મોહિત કોટા જવા માટે નીકળ્‍યો હતો, પણ પહેલા ઇટાવામાં જ રોકાવાનો હતો. શુક્રવારે સવારે એક વીડિયો મળ્‍યો, જેને જોઈને આખો પરિવાર ચોંકી ગયો.

મળતક મોહિતના પરિવારના સભ્‍યોનું કહેવું છે કે લગ્ન પછી મોહિતની પત્‍નીનું વર્તન બદલાઈ ગયું હતું, તે વારંવાર તેના સાસરિયાઓ દ્વારા ખોટા આરોપો અને ધમકીઓથી પરેશાન રહેતો હતો. થોડા મહિના પહેલા તેના સસરાએ પણ ખોટી અરજી કરી હતી.

મોહિતની પત્‍ની પ્રિયા યાદવ અને તેના પરિવાર તરફથી હજુ સુધી કોઈ ટિપ્‍પણી કરવામાં આવી નથી. આ ઘટના મહિલાઓ દ્વારા ખોટા આરોપો સામે પુરુષોને રક્ષણ આપતા કાયદાની વધતી માંગ અંગેની ચર્ચાને જોર આપ્‍યું છે.

(10:56 AM IST)