<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

જમ્‍મુમાં ફસાયેલા ૫૦ જેટલા ગુજરાતીઓ સુરક્ષિત

ગાંધીનગરના ૩૦ અને પાલનપુરના ૨૦ મુસાફરો હોવાનું સામે આવ્‍યું છે. ફસાયેલા તમામ લોકો શ્રીનગરથી બસમાં પરત ફરી રહ્યા હતા તે સમયે રસ્‍તામાં ફસાયા છે. જમ્‍મુમાં અચાનક વાદળ ફાટયું હોવાને આ પરિસ્‍થિતિ સર્જાઈ છે રેસ્‍કયુ ટીમ દ્વારા મોડી રાતે ગુજરાતીઓની જમવા અને રહેવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી

શ્રીનગર તા.૨૧: જમ્‍મુ-કાશ્‍મીરના રામબન જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે ભયાનક સ્‍થિતિ ઊભી થઈ છે. જિલ્લાના અનેક હિસ્‍સામાં પૂર આવ્‍યું હોવાથી બે બાળકો સહિત ત્રણ લોકોના મોત નીપજ્‍યા છે. ભારતીય સેના અને -શાસન દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્‍યાએ સ્‍થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. જ્‍યારે અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ પરિસ્‍થિતિમાં ૫૦ જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાનું સામે આવ્‍યું છે. બસમાં ગાંધીનગરના ૩૦ અને પાલનપુરના ૨૦ મુસાફરો હોવાનું સામે આવ્‍યું છે. જોકે, આ તમામ લોકો સુરક્ષિત છે.

આ મામલે રાજ્‍યના ગળહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું છે કે, ગુજરાતી પ્રવાસીઓને સુરક્ષિત રીતે અમે પરત લાવીશું. તો બીજી બાજુ રેસ્‍કયુ ટીમ દ્વારા મોડી રાત્રે ફસાયેલા ગુજરાતીઓની જમવા અને રહેવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

નર્મદા ઉતરવાહીની પરિક્રમા કરવા માટે આવેલા ગુજરાતના ગળહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું છે કે, જમ્‍મુ કાશ્‍મીરના રામબન ખાતે આભ ફાટયું છે અને જેમાં હજારો લોકો ફસાયા છે. તેમાં આપણા ગુજરાતી પરિવાર પણ સામેલ છે. અમે આ ગુજરાતના ૫૦ લોકોને ત્‍યાંથી બહાર લાવવાના તમામ પ્રયત્‍નો કરી રહ્યા છીએ. જમ્‍મુ કાશ્‍મીર ગળહ વિભાગ સાથે ગુજરાતના ગળહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓને ત્‍યાં વ્‍યવસ્‍થા મળે તે માટે વાતચીત કરી છે. ગુજરાતનો ગળહ વિભાગ સંપર્કમાં છે અને ગુજરાતી પ્રવાસીને સુરક્ષિત રીતે અમે ગુજરાતમાં લાવીશું.ૅ

જમ્‍મુ અને કાશ્‍મીરના રામબનમાં રવિવારે વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં રામબન જિલ્લાના ને.હાઈવે નંબર ૧૪ પર ગુજરાતીઓ ફસાયા છે. ત્‍યારે આ મામલે બનાસકાંઠાના કલેક્‍ટરે રામબનના કલેક્‍ટર સાથે વાતચીત કરી હતી. જેને લઈને બનાસકાંઠાના કલેક્‍ટરે હાલ તમામ ગુજરાતીઓ સુરક્ષિત જણાવ્‍યું હતું. જ્‍યારે આ મામલે ગુજરાત પોલીસે જમ્‍મુ-કાશ્‍મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી છે.

બનાસકાંઠા કલેક્‍ટર મિહિર પટેલે રામબન જિલ્લાના કલેક્‍ટરને સંપર્ક કરતા બચાવ ટુકડી ઘટના સ્‍થળે રવાના થઈ છે. સવાર સુધી તમામ ફસાયેલા લોકોને મોડી રાત સુધી સલામત સ્‍થળે ખસેડવાની રામબન જિલ્લાના કલેક્‍ટરે ખાતરી આપી છે. જે બાદ રામબાગ જિલ્લાની રેસ્‍કયુ ટીમ દ્વારા રાત્રિના ૧૦ કલાકે તમામ લોકોને જમવાની વ્‍યવસ્‍થા કરાઈ હતી. આજે સવારે તમામ ફસાયેલા લોકોને ચા નાસ્‍તો કરીને નજીકના કેમ્‍પમાં લઈ જવામાં આવશે. નેશનલ હાઈવે ખુલતાની સાથે જ તમામ ફસાયેલા લોકોને જમ્‍મુ લઈ જવાશે.

નોંધનીય છે કે, ફસાયેલા તમામ લોકો શ્રીનગરથી બસમાં પરત ફરી રહ્યા હતા તે સમયે રસ્‍તામાં ફસાયા છે. જમ્‍મુમાં અચાનક વાદળ ફાટયું હોવાને આ પરિસ્‍થિતિ સર્જાઈ છે. ઊંચા પહાડો પરથી માટીના કાટમાળ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ વહ્યો હતો. જેના કારણે અહીંયાના રોડ રસ્‍તાઓને ભારે નુકસાન થયું છે.

(11:01 AM IST)