News of Monday, 21st April 2025
‘‘ એક મંદિર, એક કુવો અને એક સ્મશાન'': હિંદુ એકતા માટે મોહન ભાગવતની નવી ફોર્મ્યુલા
આરએસએસ શતાબ્દિ સમારોહની તૈયારીઓ દરમ્યાન કાર્યકરોને કર્યુ સંબોધન

નવી દિલ્હીઃ બાંગલાદેશ અને પヘમિ બંગાળમાં હિંસાનું ભયાનક વાતાવરણ જોયા પછી ઘણાં લોકો હિન્દુ એકતાનું આહવાન કરી રહયા છે. સંઘના વડા મોહન ભાગવતે પણ હિંદુઓને એક રહેવા અપિલ કરી છે. તેમનું કહેવું છે કે સામાજીક સદ્દભાવ જાળવી રાખવા માટે હિંદુઓ વચ્ચેનું જાતિગત વિભાજન હટાવવું પડશે. આ શ્રૃંખલામા઼ ભાગવતજીએ ‘ એક મંદિર, એક કુવો અને એક સ્મશાન'ની ફોર્મ્યુલા રજૂ કરી છે.
મોહન ભાગવત અલીગઢના પ્રવાસે છે. રવિવારે તેમણે અલીગઢ ની એચબી ઇંટર કોલેજ અને પંચન નગરી પાર્કમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો. એ દરમ્યાન તેમણે આરએસએસ કાર્યકરોને સંબોધન કર્યુ પોતાના સંબોધન દરમ્યાન તેમણે કહયું કે સંઘની બધી પરંપરા, સાંસ્કૃતિક મૂલ્યો અને નૈતિક સિધ્ધાંતો આધારિત સમાજનું નિર્માણ કરવું પડશે. આ ઉપરાંત તેમણે સ્વયંસેવકોને સમાજના બધા વર્ગો સુધી સક્રિય રૂપે પહોંચવા અને જમીની સ્તરે એકતા જાળવી રાખવા કહયું છે.
ભાગવતજીએ કહયું કે આપણે લોકોને પ્રોત્સાહિત કરવા જોઇએ કે બધા તહેવારો સામુહિક રીતે મનાવાયા તેનાથી રાષ્ટ્રવાદ અને સામાજીક એકતાને મજબૂતિ મળે છે.
સંઘના વડાનો આ પ્રવાસ ૧૭ એપ્રિલે શરૂ થયો હતો આ દરમ્યાન મોહન ભાગવત વૃજક્ષેત્રના સંઘ પ્રચારકો સાથે રોજ મીટીંગ કરી રહયા છે. આરએસએસને ૧૦૦ વર્ષ પુરા થઇ ચૂકયા છે. આ વર્ષે વિજયાદશમીએ આરએસએસનો શતાબ્દિ સમારોહ થવાનો છે. તેમનો આ પ્રવાસ શતાબ્દિ સમારોહની તૈયારીઓના ભાગ રૂપે છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
