તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
ઝામ્બિયામાં ૧૯ કરોડ રોકડા રૂપિયા અને ૭ સોનાની ઈંટ સાથે ભારતીય યુવાનની ધરપકડ
આફ્રિકી દેશ ઝામ્બિયામાં ઍરપોર્ટ પર ૨૭ વર્ષના ભારતીય યુવકની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી

નવી દિલ્હી તા.ર૧: આફ્રિકી દેશ ઝામ્બિયામાં ઍરપોર્ટ પર ૨૭ વર્ષના ભારતીય યુવકની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ૨.૩૨ મિલ્યન ડૉલર (૧૯ કરોડ રૂપિયા)ની રોકડ અને ચાર કરોડથી વધુની કિંમતની સોનાની સાત ઈંટ જપ્ત કરવામાં આવી હતી. આરોપી આ તમામ સામાન સૂટકેસમાં ભરીને દુબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે તે દુબઈ પહોંચે એ પહેલાં જ ઝામ્બિયા પોલીસે તેને ઍરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
