તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
સોનાના ભાવ ૧,૦૦,૦૦૦ રૂા.ની સપાટીએ
નવા સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામે ૧પ૦૦ રૂા.નો ઉછાળોઃ ૧ લાખની સપાટી ટચ કર્યા બાદ ફરી પ૦૦ રૂા. ઘટયા

રાજકોટ, તા., ર૧: બુલીયન માર્કેટમાં આજે નવા સપ્તાહના પ્રારંભે સોનાના ભાવે ૧ લાખની સપાટી સર કરી હતી. જો કે બાદમાં ફરી પ૦૦ રૂા. ભાવ ઘટતા સોનુ ૧૦ ગ્રામના ભાવ ૯૯,પ૦૦ થઇ ગયા છે.
આજે બજારો ખુલતાની સાથે સોનામાં ૧પ૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનુ સ્ટાન્ડર્ડ ૧૦ ગ્રામનો ભાવ ૯૮,પ૦૦ રૂા. તે વધીને આજે સવારે ૧,૦૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા. જો કે બાદમાં ફરી પ૦૦ રૂા. ઘટી ગયા હતા.
ચાંદીના ભાવમાં કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૮,૦૦૦ રૂા. હતા.
ટ્રમ્પની ટેરીફ નીતીને પગલે સોનાના ભાવમાં જબરજસ્ત ઉછાળો થયો છે અને આગામી દિવસોમાં હજુ પણ સોનામાં નવી ભાવ સપાટી જોવા મળે તો નવાઇ નહી તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
