<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

બે કોડીના રાક્ષસોને કહેવા માગું છું કરી બતાવે મારી ઉપર ગુજસીટોક : જીગીશા પટેલનો ખુલ્લો પડકાર

આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના પ્રમુખ જીગીશા પટેલે સુરતમાં એક કાર્યક્રમમાં હુંકાર કરતાં કહ્યું - પટેલો માટે લડું છું, દલિતો માટે લડું છું અને ગોંડલની જનતા માટે લડું છું અને આવા બે ટકાના જલ્લાદોની સામે લડું છું. કરી બતાવે મારી ઉપર ગુજસીટોક

સુરત : ગોંડલમાં એક પછી એક રાજકીય નેતાઓના વિવાદ સામે આવી રહ્યા છે. થોડાક સમય પહેલાં પાટીદારો અને ક્ષત્રિય સમાજ વચ્ચે થયેલો વિવાદનો અંત જાહેર સભામાં સમાધાન પછી થઈ ગયો છે. આ પછી હવે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના પ્રમુખ જીગીશા પટેલ મેદાને આવ્યા છે. 

   તેમણે સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હુંકાર કરતાં કહ્યું છે કે, બે કોડીના રાક્ષસોને કહેવા માગું છું કરી બતાવે મારી ઉપર ગુજસીટોક. પટેલો માટે લડું છું, દલિતો માટે લડું છું અને ગોંડલની જનતા માટે લડું છું અને આવા બે ટકાના જલ્લાદોની સામે લડું છું. કરી બતાવે મારી ઉપર ગુજસીટોક. આજે તમને એ પણ કહેવા માગું છું કે, જો આવા લોકો મારી ઉપર ગુજસીટોક કરે તો તમે પણ એને બતાવજો કે શું છે ગુજસીટોક.

આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના પ્રમુખ જીગીશા પટેલે કહ્યું કે, આ તમામ આરોપીઓ ગુનેગાર છે આપણા સ્વર્ગસ્થ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલના. આ તમામ આરોપીઓ ગુનેગાર છે ભૂતપૂર્વ ગૃહ મંત્રી એવા ગોરધનભાઈ જડફિયાના. નિખિલ ડોંગા બોલે તો ગુજસીટોક રાજુ સોલંકી બોલે તો ગુજસીટોક. પણ આજે હું બોલું છું કરી બતાવે મારી ઉપર ગુજસીટોક પટેલોને દબાવ્યા, દલિતોને દબાવ્યા આજે એ લોકો જો ગુનેગાર હોય તો ક્યાં ગઈ એની ગુજસીટોક. આવા બે કોડીના રાક્ષસોને કહેવા માગું છું કરી બતાવે મારી ઉપર ગુજસીટોક. પટેલો માટે લડું છું, દલિતો માટે લડું છું અને ગોંડલની જનતા માટે લડું છું અને આવા બે કોડીના જલ્લાદોની સામે લડું છું. કરી બતાવે મારી ઉપર ગુજસીટોક અને આજે તમને એ પણ કહેવા માગું છું કે જો આવા લોકો મારી ઉપર ગુજસીટોક કરે તો તમે પણ એને બતાવજો કે શું છે ગુજસીટોક અને એટલા માટે કારણ કે આ તમામ આરોપીઓ ગુનેગાર છે.

(1:43 PM IST)