તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને વિઝા આપવા પર ઓસ્ટ્રેલિયાની યુનિવર્સટિઝે મહદઅંશે પ્રતિબંધ મુકી દીધો
છ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ દ્વારા સબમીટ કરાતા ડોક્યુમેન્ટમાં ઘણા બધા સ્કેમ સામે આવ્યા બાદ અલગ-અલગ યુનિવર્સિટીઝે આ પગલુ લીધું

નવી દિલ્હી તા.૨૧ : ઓસ્ટ્રેલિયાની યુનિવર્સટિઝે ભારતના છ રાજ્યોના વિદ્યાર્થીઓને વિઝા આપવા પર મહદઅંશે પ્રતિબંધ મુકી દીધો છે. આ છ રાજ્યોમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે
ઓસ્ટ્રેલિયાની ઘણી યુનિવર્સિટીઝે હવે સ્ટુડન્ટ વિઝાના બહાને માઇગ્રેશન માટે આવતા વિદ્યાર્થીઓને રોકવા માટે દેશના ગૃહ મંત્રાલય સાથે મળી નિયમો કડક કર્યા છે. આ યુનિવર્સિટીઝે ભારતના છ રાજ્યોના વિદ્યાર્થીઓને વિઝા આપવા પર મહદઅંશે પ્રતિબંધ મુકી દીધો છે. આ છ રાજ્યોમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. આ છ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ દ્વારા સબમીટ કરાતા ડોક્યુમેન્ટમાં ઘણા બધા સ્કેમ સામે આવ્યા બાદ અલગ-અલગ યુનિવર્સિટીઝે આ પગલુ લીધું છે.
એવું નથી કે તમામ યુનિવર્સિટી દ્વારા સાર્વજનિક ધોરણે આ છ રાજ્યોના વિદ્યાર્થીઓને વિઝા આપવા પર બેન મુકાયો હોય પરંતુ જે વિઝા અપાઇ રહ્યા છે તે કડક દેખરેખ અને ઝીણવટપૂર્વકની તપાસ બાદ અપાઇ રહ્યા છે..
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
