તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
સોના કિતના સોના હૈ.... ભાવ ૧ લાખને સ્પર્શ કરી પાછો ફર્યો
નવા સપ્તાહના પ્રારંભે સવારે ૧પ૦૦ રૂા.ના ઉછાળા સાથે નવી ટોચની સપાટી બનાવ્યા બાદ ફરી પ૦૦ રૂા. ઘટયા : ૧૦ ગ્રામના ભાવ ૯૯,પ૦૦ રૂા.

રાજકોટ, તા., ર૧: બુલીયન માર્કેટમાં આજે નવા સપ્તાહના પ્રારંભે સોનાના ભાવે ૧ લાખની સપાટી સર કરી હતી. જો કે બાદમાં ફરી પ૦૦ રૂા. ભાવ ઘટતા સોનુ ૧૦ ગ્રામના ભાવ ૯૯,પ૦૦ થઇ ગયા છે.
બુલીયન માર્કેટમાં આજે બજારો ખુલતાની સાથે સોનામાં ૧પ૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનુ સ્ટાન્ડર્ડ ૧૦ ગ્રામનો ભાવ ૯૮,પ૦૦ રૂા. તે વધીને આજે સવારે ૧,૦૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા. જો કે બાદમાં ફરી પ૦૦ રૂા. ઘટી ગયા હતા. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ આજે બપોરે ર.૦૦ વાગ્યે ૯૯પ૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્કીટમાં ૧૦,૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૯,૮પ, ૦૦૦ રૂા. હતા તે વધીને ૯,૯પ,૦૦૦ નવી સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
અમરીકા અને ચીન વચ્ચેની ટેરીફ વોરના પગલે સોનાના ભાવમાં જબરજસ્ત ઉછાળો થયો છે અને આગામી દિવસોમાં હજુ પણ સોનામાં નવી ભાવ સપાટી જોવા મળે તો નવાઇ નહી તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
જો કે ચાંદીના ભાવમાં બપોર સુધીમાં કોઇ વધઘટ ન હતી. ચાંદી (૧ કિલો)ના ભાવ ૯૮,૫૦૦ રૂા. હતા. (૪. ૨૫)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
