<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

લગ્ન મંડપમાં બુરખો હટાવતા ખબર પડી કે દુલ્‍હનની જગ્‍યાએ સાસુ સાથે લગ્ન થઈ ગયા!!!

૨૨ વર્ષના યુવકને તેની ૨૧ વર્ષની દુલ્‍હનની માતા સાથે લગ્ન કરાવવા માટે છેતરવામાં આવ્‍યો હોવાનો આરોપ છે

મેરઠ તા.૨૧: ઉત્તરપ્રદેશના મેરઠમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. એક ૨૨ વર્ષના યુવકને તેની ૨૧ વર્ષની દુલ્‍હનની માતા સાથે લગ્ન કરાવવા માટે છેતરવામાં આવ્‍યો હોવાનો આરોપ છે. ફરિયાદી, ૨૨ વર્ષીય મોહમ્‍મદ અઝીમ, જે મેરઠના બ્રહ્મપુરીનો રહેવાસી છે, તેણે જણાવ્‍યું હતું કે તેના લગ્ન શામલી જિલ્લાની મન્‍તાશા સાથે તેના ભાઈ નદીમ અને તેની પત્‍ની શૈદા દ્વારા નક્કી કરવામાં આવ્‍યા હતા. પોલીસના અહેવાલો અનુસાર લગ્ન ૩૧ માર્ચના રોજ થયા હતા અને લગ્ન સમારંભ દરમિયાન, મૌલવીએ દુલ્‍હનને તાહિરા તરીકે બોલાવી હતી. જ્‍યારે મોહમ્‍મદ અઝીમે દુલ્‍હનનો બુરખો હટાવ્‍યો ત્‍યારે તેને ખબર પડી કે મન્‍તાશાની ૪૫ વર્ષીય વિધવા માતા દુલ્‍હનની જગ્‍યા પર હતી અને તેના લગ્ન મન્‍તાશાને બદલે તેની માતા સાથે થઈ ગયા હતાં. અઝીમે દાવો કર્યો હતો કે લગ્ન દરમિયાન ૫ લાખ રૂપિયાની આપ-લે કરવામાં આવી હતી. અઝીમે પોલીસને જણાવ્‍યું હતું કે જ્‍યારે તેણે છેતરપિંડીનો વિરોધ કર્યો, ત્‍યારે તેના ભાઈ અને ભાભીએ તેને બળાત્‍કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. બ્રહ્મપુરીના સીઓ સૌમ્‍ય અસ્‍થાનાએ જણાવ્‍યું હતું કે, સંબંધિત પક્ષો વચ્‍ચે સમાધાન થઈ ગયું છે. અઝીમે પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે અને તે હાલમાં કોઈ કાનૂની કાર્યવાહી કરવા માગતો નથી.

 મેરઠના સૌરભનો ભયાનક હત્‍યાકાંડ હજી પણ ચર્ચામાં છે અને હવે ફરી આ જ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં ઈન્‍સ્‍ટાગ્રામ પર રીલ બનાવવાની શોખીન એક મહિલાએ પ્રેમી સાથે મળીને પતિને મળત્‍યુને ઘાટ ઉતારી દીધો. એટલું જ નહીં ત્‍યાર બાદ બન્નેએ મળીને મળતદેહને ઠેકાણે પાડ્‍યો. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને પતિએ તેના પ્રેમી સાથે વાંધાજનક સ્‍થિતિમાં જોઈ લીધો હતો.(૩૮.૨૭)

(3:38 PM IST)