News of Monday, 21st April 2025
ગુજરાતનાં ૪૯% પોલીસકર્મી ‘‘થર્ડ ડીગ્રી ટોર્ચર''ને યોગ્ય ગણે છે
એક સર્વે જે વિવાદ સર્જી શકે છેઃ આંકડા ચોંકાવનારા ૨૦૧૧ થી ૨૦૨૨ વચ્ચે ૧૧૦૦ના મોત પોલીસ કસ્ટડીમાં: અમીર અને તાકતવર ૨૨% લોકો ગુનો કરવાની ટેવવાળા છેઃ ૧૮% મુસ્લિમ, ઝૂપડીવાળા ૧૪% ,૧૧ ટકા પ્રવાસી, નટ-મદારી- બંજારા ૦૯%, સેકસ વર્કર ૦૮% અને ટ્રાન્સજેન્ડર ૦૮% ગુનાની ટેવવાળા

નવી દિલ્હીઃ સમાજમાં સૌથી વધુ ગુના કોણ કરે છે? કયા પ્રકારના લોકોમાં ગુનાહિત વળત્તિઓ વધુ હોય છે? પોલીસકર્મીઓ શા માટે ત્રાસ આપે છે? આવા કેટલાક પ્રશ્નોના જવાબો સામાજિક સંગઠન ‘‘કોમન કોઝ'' અને સંશોધન સંગઠન ‘‘સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ'' (CSDS) ના અહેવાલમાં મળે છે. આ રિપોર્ટ દિલ્હી સહિત ૧૬ રાજ્યોમાં લગભગ ૮,૨૦૦ પોલીસકર્મીઓના સર્વેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ‘‘ભારતમાં પોલીસિંગની સ્થિતિ રિપોર્ટ ૨૦૨૫'' પોલીસ ટોર્ચર એન્ડ ઇરબેઝબિલિટી શીર્ષકવાળા અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૧૧ થી ૨૦૨૨ વચ્ચે, પોલીસ કસ્ટડીમાં ૧,૧૦૦ લોકોના મોત થયા હતા. આ ડેટા નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) નો છે. આ મળત્યુ માટે અત્યાર સુધી કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નથી. ચાલો સાચી હકીકત જાણીએ.
પોલીસ ત્રાસને કેટલું સમર્થન આપે છે તે જાણો
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બે તળતીયાંશ પોલીસ માને છે કે ત્રાસ વાજબી છે. ૩૦% પોલીસ અધિકારીઓ ત્રાસને મોટાભાગે વાજબી માને છે, જ્યારે ૩૨% લોકો તેને અમુક અંશે વાજબી માને છે. તે જ સમયે, માત્ર ૧૫ ટકા લોકોએ ત્રાસને ટેકો આપ્યો. આ રાય એક કોન્સ્ટેબલ અને આઈપીએસ અધિકારી હતા. ઝારખંડ (૫૦%) અને ગુજરાત (૪૯%) ના પોલીસ અધિકારીઓમાં ત્રાસ માટે સૌથી વધુ સમર્થન જોવા મળ્યું, અને કેરળ (૧%) અને નાગાલેન્ડ (૮%) ના અધિકારીઓમાં સૌથી ઓછું સમર્થન જોવા મળ્યું.
પોલીસ અધિકારીઓ પણ ત્રાસને સમર્થન આપે
છે, ચિંતા છે
ચિંતાજનક પરિસ્થિતિ એ છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ પણ ત્રાસને ટેકો આપે છે અને કાયદાની પ્રક્રિયાનું પાલન કરતા નથી. લગભગ બે તળતીયાંશ પોલીસ અધિકારીઓએ કોઈને કોઈ પ્રકારના ત્રાસને ટેકો આપ્યો. તે જ સમયે, ૩૦ ટકા અધિકારીઓએ એવું પણ માન્યું કે ગંભીર ગુનાના ઉકેલ માટે ‘થર્ડ-ડિગ્રી' ટોર્ચરનો ઉપયોગ કરવો યોગ્ય છે. ત્રાસ આપવાની પદ્ધતિઓ જેમ કે તળિયા પર માર મારવો, શરીરના ભાગો પર મરચાંનો પાવડર છાંટવો, આરોપીને ઊંધો લટકાવવો વગેરે ‘‘થર્ડ ડિગ્રી ટોર્ચર''હેઠળ આવે છે.
શું ધરપકડ સમયે પોલીસ કાયદાનું પાલન કરે છે?
સર્વે મુજબ, ફક્ત ૪૦ ટકા અધિકારીઓ જ સંમત થયા હતા કે કોઈની ધરપકડ કરતી વખતે હંમેશા કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. જેમ કે ધરપકડનો મેમો તૈયાર કરવો અને તેના પર કોઈની સહી કરાવવી, ધરપકડ કરાયેલ વ્યક્તિના પરિવારના સભ્યોને ધરપકડ વિશે જાણ કરવી અને તબીબી તપાસ કરાવવી વગેરે.
અપહરણ, ચેઈન સ્નેચિંગ અને ગૌહત્યામાં કોણ આગળ છે?
પોલીસકર્મીઓનો એક વર્ગ એવું પણ માને છે કે જાતીય હિંસા, બાળકોનું અપહરણ, ચેઈન તોચિંગ અને ગૌહત્યા જેવા ગુનાઓ માટે ટોળાના શંકાસ્પદોને સજા આપવી યોગ્ય છે. ગુજરાતમાં પોલીસકર્મીઓમાં ટોળાની હિંસાને સૌથી વધુ સમર્થન જોવા મળ્યું. તે જ સમયે, કેરળના પોલીસકર્મીઓમાં આ સમર્થન સૌથી ઓછું હતું. દિલ્હી અને રાજસ્થાનના મોટાભાગના પોલીસકર્મીઓ માને છે કે મુસ્લિમો સ્વાભાવિક રીતે જ ગુનાઓ કરવા માટે તૈયાર હોય છે. તે જ સમયે, ગુજરાતમાં બે તળતીયાંશ પોલીસ અધિકારીઓ દલિતો વિશે આવો જ અભિપ્રાય ધરાવે છે.
શું ગુના કોઈ સમુદાય સાથે સંબંધિત છે?
જ્યારે પોલીસકર્મીઓને પૂછવામાં આવ્યું કે કયા સમુદાયમાં ગુના કરવાની શકયતા વધુ હોય છે, ત્યારે મોટાભાગના પોલીસકર્મીઓ માનતા હતા કે શ્રીમંત અને શક્તિશાળી લોકોમાં ગુના કરવાની વળત્તિ વધુ હોય છે. આ પછી મુસ્લિમો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, સ્થળાંતર કરનારાઓ વગેરેનો નંબર આવે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ૧૯ ટકા હિન્દુ પોલીસ કર્મચારીઓ માને છે કે મુસ્લિમો મોટા પ્રમાણમા ગુના માટે કુદરતી રીતે સંવેદનશીલ હોય છે અને ૩૪ ટકા લોકો માને છે કે તેઓ થોડા અંશે ગુના માટે સંવેદનશીલ હોય છે. તે જ સમયે, ૧૮ ટકા મુસ્લિમ પોલીસકર્મીઓ માનતા હતા કે મુસ્લિમો મોટાભાગે ગુનાઓ કરવા માટે સંવેદનશીલ હોય છે. તે જ સમયે, ૨૨ ટકા લોકો માનતા હતા કે તેઓ અમુક હદ સુધી ગુનાના વ્યસની હતા.
આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બે-તળતિયાંશ પોલીસ અધિકારીઓ ટૉર્ચરને વાજબી માને છે. કુલ ૩૦ ટકા પોલીસ કર્મચારીઓ ટૉર્ચરને મહદઅંશે વાજબી માને છે, જ્યારે ૩૨ ટકા લોકો તેને અમુક અંશે વાજબી માને છે. ફક્ત ૧૫ ટકા કર્મચારીઓએ જ ટૉર્ચરને ઓછું સમર્થન આપ્યું છે.
આવો અભિપ્રાય ધરાવતા મોટાભાગના કર્મચારીઓ કોન્સ્ટેબલ અને આઈપીએસ અધિકારીઓ હતા. ઝારખંડ (૫૦ ટકા) અને ગુજરાત (૪૯ ટકા)ના પોલીસ અધિકારીઓમાં ટોર્ચર માટે સૌથી વધુ સમર્થન જોવા મળ્યું છે, જ્યારે કેરળ (એક ટકા) અને નાગાલેન્ડ (આઠ ટકા)ના અધિકારીઓમાં ટોર્ચરને સૌથી ઓછું સમર્થન જોવા મળ્યું છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ, એક ચિંતાજનક વલણ એવું જોવા મળ્યું છે કે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ એટલે કે આઈપીએસ અધિકારીઓ ટૉર્ચરને ટેકો આપે છે અને કાયદાની યોગ્ય પ્રક્રિયાનો આદર કરતા નથી.
પોલીસ અધિકારીઓ આરોપીઓ સામેની હિંસા અને કસ્ટડીમાં ત્રાસને કેટલી હદે સમર્થન આપે છે તે જાણવા માટે આ સર્વેમાં તેમને વિવિધ સવાલો પૂછવામાં આવ્યા હતા.
દાખલા તરીકે, તેમને પૂછવામાં આવ્યું હતું કે ગંભીર ગુનાના શકમંદો સામે પોલીસ દ્વારા હિંસાનો ઉપયોગ સમાજના ભલા માટે વાજબી છે કે કેમ? આ સવાલના જવાબમાં લગભગ બે-તળતિયાંશ પોલીસ અધિકારીઓએ કોઈને કોઈ રીતે તેનું સમર્થન કર્યું હતું.
૩૦ ટકા અધિકારીઓ એવું પણ માને છે કે ગંભીર ગુના ઉકેલવા માટે‘‘થર્ડ-ડિગ્રી'' ટોર્ચરનો ઉપયોગ કરવો વાજબી છે. પગનાં તળિયા પર માર મારવો, શરીરના ભાગો પર મરચાની ભૂકી છાંટવી, આરોપીને ઊંધો લટકાવવો વગેરે થર્ડ ડિગ્રી ટૉર્ચર હેઠળ આવે છે. શકમંદો કે આરોપીઓની પૂછપરછ કરતા આઈપીએસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ થર્ડ ડિગ્રી ટૉર્ચરને મહદઅંશે વાજબી ગણાવે છે.
૨૨ ટકા પોલીસ અધિકારીઓ માને છે કે ખતરનાક ગુનેગારોને મારી નાખવા અથવા તેમનું ‘‘ઍન્કાઉન્ટર'' કરવું એ તેમને ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવાની તક આપવા કરતાં વધુ અસરકારક છે. આનાથી સમાજને ફાયદો થશે, એવું તેઓ માને છે. જોકે, ૭૪ ટકા પોલીસકર્મીઓએ કહ્યું હતું કે પોલીસે તેમની ધરપકડ કરવી જોઈએ અને કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.
અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસ ખુદને કાયદાના પ્રથમ રક્ષક માને છે અને કોર્ટ તથા કાનૂની પ્રક્રિયાને અવરોધ માને છે.
૨૫થી ૨૮ ટકા અધિકારીઓ માને છે કે ગુના અટકાવવાના સંદર્ભમાં કાનૂની પ્રક્રિયા નબળી અને ધીમી છે.
૬૬ ટકા લોકો માને છે કે કાયદામાં છટકબારીઓ છે, છતાં તેનાથી ગુનાખોરી અટકે છે.
ધરપકડ વખતે કાયદાની પ્રક્રિયાનું કાયમ પાલન કરવામાં આવે છે, એ વાત સાથે માત્ર ૪૦ ટકા અધિકારીઓ સંમત થયા હતા. કાનૂની પ્રક્રિયાના પાલનમાં ધરપકડનો મેમો તૈયાર કરવો, તેના પર સહી કરાવવી, ધરપકડ કરવામાં આવી હોય તે વ્યક્તિના પરિવારના સભ્યોને તેના વિશે જાણ કરવી અને ધરપકડ કરાયેલી વ્યક્તિની તબીબી તપાસ કરાવવી વગેરેનો સમાવેશ થાય છે.પોલીસકર્મીઓનો એક વર્ગ એવું પણ માને છે કે જાતીય હિંસા, બાળકોના અપહરણ, ચેઇન તોચિંગ અને ગૌહત્યા જેવા ગુના માટે શંકાસ્પદોને ટોળા દ્વારા આપવામાં આવતી સજા યોગ્ય છે.રિપોર્ટ જણાવે છે, ટોળાની હિંસા માટે ગુજરાતના પોલીસ કર્મચારીઓમાં સૌથી વધારે સમર્થન જોવા મળ્યું હતું, જ્યારે કેરળના પોલીસકર્મીઓમાં સૌથી ઓછું સમર્થન જોવા મળ્યું હતું.
પોલીસકર્મીઓને એ પણ પૂછવામાં આવ્યું હતું કે મુખ્યત્વે કયા સમુદાયના લોકો ગુનાખોરી કરતા હોવાનું તેઓ માને છે. મોટાભાગના પોલીસકર્મી માને છે કે શ્રીમંત અને વગદાર લોકોમાં અપરાધની પ્રવળત્તિ વધારે હોય છે. એ પછી ક્રમે મુસ્લિમો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અને સ્થળાંતર કરનારા લોકો વગેરે આવે છે.
દિલ્હી અને રાજસ્થાનના મોટાભાગના પોલીસકર્મીઓ માને છે કે મુસ્લિમો સ્વાભાવિક રીતે જ ગુનાઓ આચરવા તૈયાર હોય છે.
જ્યારે આ ડેટાનું ધાર્મિક પરિપ્રેક્ષ્યને આધારે વિશ્લેષણ કરાયું તો માલૂમ પડ્યું કે ૧૯ ટકા હિંદુ પોલીસવાળા એવું માનતા હતા કે મુસ્લિમોમાં ઘણી ખરી હદે સ્વાભાવિકપણે ગુનો આચરવાનું વલણ જોવા મળે છે. જ્યારે ૩૪ ટકા માનતા હતા કે તેઓ કેટલીક હદે આવું વલણ ધરાવે છે. જ્યારે બીજી તરફ ૧૮ ટકા મુસ્લિમ પોલીસવાળા માનતા હતા કે મુસ્લિમો ઘણી ખરી હદે ગુનો આચરવાનું વલણ ધરાવે છે, જ્યારે ૨ા ટકાએ માન્યું કે મુસ્લિમો કેટલાક અંશે આવું વલણૅ ધરાવે છે
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
