તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
ટ્રમ્પના કારણે આ વેકેશનમાં સસ્તામાં અમેરિકા જવાની તક!
જે લોકો આ વર્ષે વેકેશન માણવા માટે અમેરિકા જવાનું વિચારી રહ્યા હોય તેમના માટે હાલમાં એક સારી તક છે અમેરિકાના એરફેરમાં થયેલા મોટા ઘટાડા માટે એક્સપર્ટ્સ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ઈમિગ્રેશન પોલિસીને જવાબદાર ગણાવી રહ્યા છે

વોશીંગ્ટન તા.૨૧: જે લોકો આ વર્ષે વેકેશન માણવા માટે અમેરિકા જવાનું વિચારી રહ્યા હોય તેમના માટે હાલમાં એક સારી તક છે કેમ કે હાલમાં અમેરિકાનું એરફેર એટલે કે હવાઈભાડા એકદમ સસ્તા થઈ ગયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૫માં થયેલા ફ્લાઈટ બૂકિંગ પ્રમાણે સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક અને લોજ એન્જલસ માટેની ફ્લાઈટ ટિકિટની એવરેજ પ્રાઈસ ૧.૧૫ લાખ રૂપિયાની આસપાસ હતી. પરંતુ હાલમાં સૌથી નોંધપાત્ર ઘટાડો મુંબઈથી બહાર જતી ફ્લાઈટ્સમાં થયો છે, જેમાં મિડ-મેમાં યુએસ જવા ઈચ્છતા લોકો માટે શનિવારે ઉપલબ્ધ ન્યૂયોર્કની સૌથી સસ્તી વન-વે ટિકિટ ૩૭,૦૦૦ રૂપિયા હતી. જ્યારે સૌથી સસ્તી રિટર્ન ટિકિટની કિંમત ૭૬,૦૦૦ રૂપિયા હતી. જોકે, રિટર્ન ટિકિટમાં મિડલ ઈસ્ટર્ન એરપોર્ટ પર લાંબા ટ્રાન્ઝિટ સ્ટોપનો સમાવેશ થાય છે.
જોકે, અમેરિકાના એરફેરમાં થયેલા મોટા ઘટાડા માટે એક્સપર્ટ્સ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ઈમિગ્રેશન પોલિસીસને જવાબદાર ગણાવી રહ્યા છે. ટ્રમ્પ ઈમિગ્રેશન અંગે મનફાવે તેવા નિર્ણયો લઈ રહ્યા છે જેના કારણે ભારે અનિヘતિતાની સ્થિતી ઊભી થઈ છે. ગ્રીનકાર્ડ હોલ્ડર્સની પણ એરપોર્ટ પર આકરી પૂછપરછ કરવામાં આવે છે જ્યારે વેલિડ વિઝા ધરાવતા કેટલાક લોકોને અમેરિકન એરપોર્ટ પરથી જ પાછા કાઢી મૂકવામાં આવ્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે, અને તેથી ફોરેન ટ્રાવેલર્સ અમેરિકા જવાનું ટાળી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે ઈન્ડિયન્સની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે.
ઈન્ડિયન્સ અમેરિકામાં બીજી સૌથી મોટી કોમ્યુનિટી છે જેના કારણે અમેરિકાથી ભારત આવતા-જતાં લોકોની સંખ્યા પણ ઘણી વધારે હોય છે. તેમાં પણ ખાસ કરીને ઉનાળાના વેકેશનમાં અમેરિકા જનારા ઈન્ડિયન્સની સંખ્યા ઘણી વધી જાય છે. આ ઉપરાંત અમેરિકામાં અભ્યાસ કરતાં ઘણા ઈન્ડિયન સ્ટુડન્ટ્સ પણ પોતાના ફેમિલીને મળવા માટે ભારત આવતા હોય છે. જેના કારણે ઉનાળા દરમિયાન અમેરિકાના હવાઈ ભાડા વધારે રહેતા હોય છે. આ ઉપરાંત ટ્રમ્પ જે રીતે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર તવાઈ બોલાવી રહ્યા છે તેના કારણે ઘણા ઈન્ડિયન સ્ટુડન્ટ્સે હાલ પૂરતા ભારત આવવાના પોતાના પ્લાન્સ પણ પડતાં મૂકયા છે. છેલ્લા ઘણા વર્ષોમાં સપ્લાય અને ડિમાન્ડનું બેલેન્સ ખોરવાયું હતું તેના કારણે ભારત-યુએસ વચ્ચેના હવાઈભાડા વધારે રહ્યા હતા, પરંતુ આ ઉનાળામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે વેલિડ વિઝા ધરાવતા અને અમેરિકા જવા ઈચ્છતા લોકો માટે આ ઉનાળામાં સસ્તામાં અમેરિકા જવાની એક ઉત્તમ તક છે, કેમ કે હાલમાં ફ્લાઈટ્સની ટિકિટોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉનાળામાં ભારતની સ્કૂલો અને કોલેજોમાં વેકેશન હોય છે જેના કારણે લોકો પરિવાર સાથે રજાઓનો આનંદ માણવા અમેરિકા જતાં હોય છે પરંતુ એપ્રિલ-જૂન ૨૦૨૫ના સમયગાળા દરમિયાન દિલ્હી અને મુંબઈથી અમેરિકાના કેટલાક મહત્વના શહેરો માટેની ફ્લાઈટ્સની ટિકિટોની કિંમતમાં ગયા વર્ષની તુલનામાં પાંચથી આઠ ટકાનો ઘટાડો થયો છે.
થોમસ કૂક ઈન્ડિયાના ગ્લોબલ બિઝનેસ ટ્રાવેલના પ્રેસિડેન્ટ અને ગ્રુપ હેડ ઈન્દિવર રસ્તોગીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૫માં થયેલા બૂકિંગના આધારે જોવામાં આવે તો સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક અને લોસ એજન્લસનું એરફેર ઘટીને ૧.૧૫ લાખ થઈ ગયું છે જે ૨૦૨૪માં આ જ ગાળા દરમિયાન ૧.૨૦ લાખથી લઈને ૧.૨૫ લાખ રૂપિયા હતું. તેવી જ રીતે બોસ્ટન, ઓર્લેન્ડો અને મિશિગનનું એરફેર ૨૦૨૪માં ૧.૪૦ લાખથી લઈને ૧.૪૫ લાખ રૂપિયા હતું જે ૨૦૨૫માં ઘટીને ૧.૩૫ લાખ રૂપિયાની આસપાસ થઈ ગયું છે. જોકે, એક એરલાઈનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ એસ્ટિમેટ વર્ષના પહેલા બે મહિનામાં કરવામાં આવેલા બૂકિંગ પર આધારિત છે અને તેથી તાજેતરના એરફેરમાં તેનાથી પણ વધુ ઘટાડો જોવા મળ્યો છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
