News of Monday, 21st April 2025
મહારાષ્ટ્ર ચુંટણીમાં ગરબડ, ચુંટણી પંચે પણ કરી છે સમજૂતી
રાહુલ ગાંધીએ અમેરિકામાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચુંટણીનો મુદ્દો

નવિ દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલગાંધી હાલમાં અમેરિકામાં છે. અમેરિકાના બોસ્ટન શહેરમાં આવેલ બ્રાઉન યુનિવર્સીટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના એક સત્રને સંબોધિત કર્યુ હતું. તેમાં તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી અને ચુંટણી પંચની પારદર્શકતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલગાધીએ કહયું કે ચુંટણી પંચે સમજૂતી કરી લીધી છે.
પોતાના સંબોધનમાં રાહુલે કહયું કે મહારાષ્ટ્ર ચુંટણીમાં ત્યાનાં વયસ્કોથી વધારે લોકોએ મતદાન કર્યુ. ચુંટણી પંચે સાંજે સાડા પાંચ વાગ્યે મતદાનના આંકડાઓ જાહેર કર્યા હતા સાંજે પઃ૩૦ થી ૭:૩૦ વચ્ચે ૬પ લાખ મતદારોએ મતદાન કર્યુ. જે શારિરીક રીતે શકય નથી. તેમણે કહયું કે એક મત નાખવામાં લગભગ ૩ મીનીટનો સમય લાગે. જો તમે થોડી પણ ગણત્રી માંડો તો આનો અર્થ એવો થાય કે રાત્રીના બે વાગ્યા સુધી મતદાન ચાલ્યુ હશે પણ આવું તો થયું નથી
રાહુલગાંધીએ વધુમાં આક્ષેપ કર્યો કે જયારે અમે પુછયું કે શું વીડીયોગ્રાફી થઇ રહી છે તો તેમણે ઇન્કાર કર્યો એટલું જ નહીં કાયદો પણ બદલાવી નાખ્યો. હવે તમને વીડીયોગ્રાફી બાબતે પુછવાની પરવાનગી નથી આ બિલ્કુલ સ્પષ્ટ છે કે ચુંટણી પંચે સમજૂતી કરી લીધી છે. એ પણ સ્પષ્ટ છે કે વ્યવસ્થામાં ગરબડ છે. અમે જાહેર રીતે ઘણી વાર મીડીયા અને અન્ય માધ્યમો દ્વારા આ મુદ્ો ઉઠાવ્યો પણ છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
