<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

પોપ ફ્રાન્સિસનો ઉત્તરાધિકારી વિશે ચર્ચા શરૂ ?કોણ હશે નવા પૉપ ? : જાણો સફેદ ધુમાડાથી કેવી રીતે થાય છે પસંદગી

જે ઉમેદવારને બે તૃતીયાંશ બહુમતી મળે છે તે પોપ તરીકે ચૂંટાય છે. પોપની પસંદગી કર્યા પછી સફેદ ધુમાડો છોડીને પોપની પસંદગીની જાહેરાત કરવામાં આવે છે.

ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. કેથોલિક સમુદાયના 1.4 અબજ લોકોના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના નિધન સાથે જ તેમના આગામી ઉત્તરાધિકારી વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચાલો જાણીએ કે પોપની પસંદગી કેવી રીતે થાય છે, તેની પ્રક્રિયા શું છે…

પોપ ફ્રાન્સિસે વેટિકન સિટીમાં 88 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ એવા પ્રથમ લેટિન ધર્મગુરુ હતા, જેઓ પોપ પદ સુધી પહોંચ્યા હતા. તેમના નિધન બાદ હવે આગામી પોપ કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ ગઈ છે. નવા પોપની પસંદગી કાર્ડિનલ્સ દ્વારા કરવામાં આવે છે. પરંતુ તેની પ્રક્રિયા ખૂબ ખાસ છે.

પોપની પસંદગી એક ગુપ્ત પ્રક્રિયા દ્વારા થાય છે, જેમાં 80 વર્ષથી ઓછી ઉંમરના કાર્ડિનલ્સ ભાગ લે છે. પોપના મૃત્યુ અથવા રાજીનામા પછી કાર્ડિનલ્સને વેટિકનના સિસ્ટિન ચેપલમાં બોલાવવામાં આવે છે, જ્યાં તેઓ ગુપ્ત રીતે સંભવિત ઉમેદવારોની લાયકાતની ચર્ચા કરે છે. નવા પોપની પસંદગી ન થાય ત્યાં સુધી કાર્ડિનલ્સ સિસ્ટિન ચેપલમાં બંધ રહે છે. જેથી કોન્કલેવની ગુપ્તતા જળવાઈ રહે.

જે ઉમેદવારને બે તૃતીયાંશ બહુમતી મળે છે તે પોપ તરીકે ચૂંટાય છે. પોપની પસંદગી કર્યા પછી સફેદ ધુમાડો છોડીને પોપની પસંદગીની જાહેરાત કરવામાં આવે છે. જ્યારે જો કોઈને પોપ ચૂંટવા માટે જરૂરી બે તૃતીયાંશ મત ન મળે તો તે મતપત્રોને ચેપલની પાસે એક સ્ટવમાં કેમિકલના મિશ્રણમાં નાખીને બાળી દેવામાં આવે છે જેથી કાળો ધુમાડો ઉત્પન્ન થાય. સફેદ ધુમાડાને પવિત્ર આત્મા અને કાળા ધુમાડાને અપવિત્ર આત્મા માનવામાં આવે છે.

267માં પોપની પસંદગી કરવા માટે મે મહિનામાં કાર્ડિનલ્સની એક બેઠક યોજાશે, જેમાં મતદાન દ્વારા નવા પોપની પસંદગી કરવામાં આવશે. કાર્ડિનલ એ પોપ પછી બીજા ક્રમનો રોમન કેથોલિક ચર્ચનો ઉચ્ચ અધિકારી છે. કોલેજ ઓફ કાર્ડિનલ્સના અહેવાલ મુજબ વિશ્વભરમાં 252 કાર્ડિનલ્સ છે. આમાંથી 137 કાર્ડિનલ્સ હાલમાં 80 વર્ષથી ઓછી ઉંમરના છે અને તેથી તેઓ પોપની પસંદગી પ્રક્રિયામાં ભાગ લેશે.

(9:20 PM IST)