તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
રેલવે પ્રોજેક્ટ્સ : ભારતે બદલી રણનીતિ : બાંગ્લાદેશમાં ₹5000 કરોડના રેલ પ્રોજેક્ટ્સ અટકાવ્યા
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અને કામદારોની સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતનો મોટો નિર્ણય : હવે નેપાળ અને ભૂતાન દ્વારા વૈકલ્પિક માર્ગો શોધવા પર ધ્યાન કેન્દ્રિત

નવી દિલ્હી : ભારતે બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને કામદારોની સુરક્ષા સંબંધિત ચિંતાઓને ટાંકીને ત્યાં ₹5,000 કરોડના ખર્ચે ચાલી રહેલા મુખ્ય રેલ સંપર્ક પ્રોજેક્ટ્સ માટે ભંડોળ અને બાંધકામ કાર્ય અટકાવી દીધું છે. આ પ્રોજેક્ટ્સ બાંગ્લાદેશના માર્ગે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં સંપર્ક વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી પહેલનો ભાગ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘બદલાયેલા બાંગ્લાદેશ’ના વલણ અને સુરક્ષાની અનિશ્ચિતતાઓને કારણે ભારત હવે નેપાળ અને ભૂતાન જેવા પાડોશી દેશો દ્વારા વૈકલ્પિક સરહદ પારના માર્ગોની શોધ કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત નેપાળ-ભૂતાન દ્વારા વૈકલ્પિક માર્ગો શોધવા ઉપરાંત પૂર્વોત્તર રાજ્યોના માર્ગે સિલિગુડી કોરિડોર (ચિકન નેક)માં રેલ લાઈનોની સંખ્યા બમણી-ચોગણી કરવા સુધીની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભારતે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના ચીનમાં આપેલા તે નિવેદન બાદ આ રણનીતિ બદલી છે, જેમાં તેમણે ચિકન નેકનો સંકેત આપતા કહ્યું હતું કે ભારતના પૂર્વોત્તર રાજ્યોની પહોંચ માટે તે (બાંગ્લાદેશ) સમુદ્રનો એકમાત્ર રક્ષક છે.
આ પ્રોજેક્ટ્સ સ્થગિત: ત્રણ સ્થગિત પ્રોજેક્ટ્સમાં અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ વિસ્તરણનો સમાવેશ થાય છે. આ સાથે જ, પાંચ અન્ય પ્રસ્તાવિત રેલ માર્ગોના સર્વેક્ષણને પણ રોકી દેવામાં આવ્યું છે.
પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય શું હતો: આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને મુખ્ય ભૂમિ સાથે જોડવાનો અને બાંગ્લાદેશના બંદરો અને ઉપનગરોમાં પરિવહન ક્ષમતા વધારવાનો હતો.
ભારતીય જમીનનો ઉપયોગ કરીને બાંગ્લાદેશ નેપાળ અને ભૂતાનમાં સામાન મોકલતું હતું. હવે તેના આ નિકાસને ફટકો લાગશે. ઉલ્લેખનીય છે કે અખૌરા-અગરતલા રેલ લિંક પ્રોજેક્ટ ઉપરાંત બંને દેશો મૈત્રી સેતુ અને ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન જેવા પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
