તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
આગામી પોપ કોણ બનશે ? સંભવિત ઉમેદવારોના નામો પર એક નજર
ટુંક સમયમાં નવા પોપની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે : પરંપરાવાદી અને પ્રગતિશીલ વિચારધારા ધરાવતા કાર્ડિનલ વચ્ચે સ્પર્ધા

વેટિકન સિટી, તા.૨૨: કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની ઉમરે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ ડબલ ન્યુમોનિયા અને કિડની ફેલ્યોરથી પીડાઈ રહ્યા છે. તેમને લાંબા સમયથી ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો હતો. તેમને સતત લોહી ચઢાવવામાં આવી રહ્યું હતું. તેમના સ્વાસ્થ્ય અંગે વધતી ચિંતાઓ વચ્ચે, આગામી પોપની ચૂંટણી અંગે ચર્ચાઓ ઘણા સમય પહેલા તીવ્ર બની હતી. હકીકતમાં, વેટિકન કેથોલિક ચર્ચ નેતળત્વ પરિવર્તન માટે એક માળખાગત પ્રક્રિયાને અનુસરે છે. પોપના મળત્યુ અથવા અક્ષમતાના કિસ્સામાં, વેટિકન સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પીટ્રો પેરોલિન નવા પોપની પસંદગી ન થાય ત્યાં સુધી ચર્ચના દૈનિક કાર્યોનું સંચાલન કરશે.
આગામી પોપની ચૂંટણીમાં બે ભારતીય કાર્ડિનલ્સને મતદાન કરવાનો અધિકાર હશે, જે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભારતની હાજરીને મહત્વપૂર્ણ બનાવે છે. ૭૯ વર્ષીય કાર્ડિનલ જ્યોર્જ એલેન્ચેરી ભારતના સૌથી મોટા કેથોલિક સમુદાયોમાંના એક, સાયરો માલાબાર કેથોલિક ચર્ચના મુખ્ય આર્કબિશપ છે. જોકે, ૧૯ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ૮૦ વર્ષના થયા પછી તેમણે મતદાનનો અધિકાર ગુમાવ્યો છે. ૫૧ વર્ષીય કાર્ડિનલ જ્યોર્જ કુવાકડને ગયા ડિસેમ્બરમાં કોલેજ ઓફ કાર્ડિનલ્સમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. એલેન્ચેરીથી વિપરીત, કુવાકડ વેટિકન રાજદ્વારી અને આંતરધાર્મિક સંવાદના વડા (પ્રીફેક્ટ) છે, જે પોપની મુલાકાતો અને વૈશ્વિક ધાર્મિક નેતાઓ સાથેના સંબંધો માટે જવાબદાર છે.
નોવેન્ડાલી દરમિયાન, મુખ્ય પાદરી (કાર્ડિનલ) આગામી પોપને પસંદ કરવા માટે બેઠક માટે રોમ પહોંચે છે. પોપનું સિંહાસન ખાલી થયા પછી, આ બેઠક ૧૫પ્ર૨૦ દિવસમાં યોજવી જોઈએ. જો બધા કાર્ડિનલ્સ સંમત થાય, તો આ પ્રક્રિયા વહેલા પણ શરૂ કરી શકાય છે. આ દરમિયાન, દરેક કાર્ડિનલ ગુપ્ત સત્રોમાં પોતાનો મત આપે છે. દરેક સત્ર પછી, આ મતપત્રને એક ખાસ ચૂલામાં બાળવામાં આવે છે.
કાળો ધુમાડો સૂચવે છે કે કોઈ પોપ ચૂંટાયા નથી, જ્યારે સફેદ ધુમાડો સૂચવે છે કે કાર્ડિનલ્સે નવા પોપને ચૂંટયા છે. નવા પોપ માટે સંભવિત દાવેદાર કોઈપણ રોમન કેથોલિક પુરુષ જેણે પવિત્ર તાાન કર્યું છે તે પોપ બનવા માટે લાયક છે, પરંતુ ૧૩૭૮ થી આ પદ માટે ફક્ત કાર્ડિનલ્સ જ ચૂંટાયા છે.
જોકે ભારતીય કાર્ડિનલ્સ પોપની ચૂંટણી માટે મતદાનમાં ભાગ લેશે, પરંતુ કોલેજ ઓફ કાર્ડિનલ્સમાં ૧૨૦ થી વધુ મતદારો છે. તેઓ વિશ્વના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. યુરોપમાં સૌથી મોટો મતદાન બ્લોક છે. આ કારણે, પોપની પસંદગીમાં યુરોપ સૌથી પ્રભાવશાળી બને છે. જોકે, લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશો વધુ પ્રતિનિધિત્વની માંગ કરી રહ્યા છે. તેમનો દલીલ છે કે આ પ્રદેશોમાં કેથોલિક ધર્મ સૌથી ઝડપથી વધી રહ્યો છે. જ્યાં સુધી એશિયાનો સંબંધ છે, ત્યાં સુધી બિન-પશ્ચિમી સમાજોમાં ખ્રિસ્તી ધર્મનો વિકાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, એક એવો નેતા શોધવો પડશે જે વૈશ્વિક ધાર્મિક વિવિધતાને સમજે. ૨૦૧૩માં ચૂંટાયેલા પોપ ફ્રાન્સિસ પોતે લેટિન અમેરિકામાંથી ચૂંટાયેલા પહેલા પોપ હતા.
ત્રીજા તબક્કામાં, દરેક કાર્ડિનલ કાગળના મતપત્ર પર પોતાના મનપસંદ પોપનું નામ લખે છે. ઉમેદવારને જીતવા માટે બે તળતીયાંશ બહુમતી મેળવવી પડે છે. ચોથા તબક્કામાં, મતદાનના દરેક રાઉન્ડ પછી મતપત્રો બાળી નાખવામાં આવે છે. કાળો ધુમાડો એટલે કે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે સફેદ ધુમાડો સૂચવે છે કે નવો પોપ ચૂંટાયો છે. પાંચમા તબક્કામાં, નવા પોપનું નામ જાહેર કરવામાં આવે છે. એક વરિષ્ઠ કાર્ડિનલ સેન્ટ પીટર બેસિલિકાની બાલ્કનીમાં આવે છે અને ‘હેબેમસ પાપમ' (આપણી પાસે પોપ છે) જાહેર કરે છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
