<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

જમ્મુ-કશ્મીરના રામબનમાં ભારે વરસાદ અને પૂર પછી પુનર્નિર્માણ અને બચાવ કામગીરી ચાલુ: જમ્મુ-શ્રીનગર હાઈવે ફરી શરૂ કરવા પ્રયાસો ચાલુ

જમ્મુ-કશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે ભારે વરસાદ, બાદલ ફાટવાની ઘટના અને ભૂસ્ખલનથી વ્યાપક નુકસાન થયું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે સો થી વધુ લોકોને બચાવી લેવાયા છે. ઘણા પરિવારો બેઘર થયા છે, અને જાહેર તેમજ ખાનગી મિલકતોને મોટું નુકસાન થયું છે. ભારતીય સેના દ્વારા બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે, જેમાં અસરગ્રસ્ત લોકોને ખોરાક, દવાઓ અને અન્ય જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રામબનના મરૂગ વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને રાહત કામગીરીને વેગ આપવા સૂચનાઓ આપી. જમ્મુ-શ્રીનગર હાઈવે પર ફરીથી ટ્રાફિક શરૂ કરવા માટે પણ પ્રયાસો ચાલુ છે. હજારો વાહનો રસ્તામાં ફસાયેલા છે. લશ્કર મદદ એ આવ્યું છે. લોકોને પાણી અને ખાવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે. ૨૦૦ પરિવારોને ભારે નુકસાન પહોંચ્યું છે. લગભગ એક ડઝન ગામડા ને અસર પહોંચી છે.

(9:42 AM IST)