તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબુ ઈડીના ભરડામાં: મની લોન્ડરિંગ કેસમાં તેડુ: દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ

હૈદરાબાદ: દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુ મુશ્કેલીમાં મુકાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને આગામી ૨૭મી એપ્રિલે પૂછપરછ માટે હાજર રહેવા આદેશ કરાયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મહેશ બાબુની પૂછપરછ કરવામાં આવશે. મહેશ બાબુ આ કંપનીઓના પ્રોજેક્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમણે કંપનીની જાહેરાતોમાં પણ કામ કર્યું છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આ કંપનીઓએ મહેશ બાબુને તેમના બેન્ક ખાતા સિવાય રોકડ રકમ પણ ચૂકવી હતી. એવો આરોપ છે કે કંપનીઓએ અભિનેતાને અંદાજે અઢી કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા.
ઇડીના અધિકારીઓને આશંકા છે કે રિયલ એસ્ટેટ કંપની દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી અને મહેશ બાબુને ચૂકવવામાં આવેલી. આ રોકડ રકમ વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે. આ સંદર્ભમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ૨૭મી એપ્રિલે મહેશ બાબુની પૂછપરછ બાદ વધુ માહિતી સામે આવી શકે છે. આ ઘટનાએ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ મચાવી દીધો છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
