<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

રેલવે સ્‍ટેશન પર પાણીની બોટલ ભરવા ઉતરી યુવતી, બોયફ્રેન્‍ડ માંગમાં સિંદૂર ભરીને ભાગ્‍યો

વિચિત્ર ઘટનાઃ રેલવે સ્‍ટેશન પર પ્રેમી, પ્રેમિકા અને તેની માતા વચ્‍ચે હાઈ વોલ્‍ટેજ ડ્રામા જોવા મળ્‍યો

ભાગલપુર તા.૨૨: બિહારના ભાગલપુરમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં રેલવે સ્‍ટેશન પર પ્રેમી, પ્રેમિકા અને તેની માતા વચ્‍ચે હાઈ વોલ્‍ટેજ ડ્રામા જોવા મળ્‍યો હતો. ઘટનાસ્‍થળે સ્‍થિતિ એટલી બગડી ગઈ કે પોલીસ બોલાવવી પડી. બાદમાં પોલીસ બધાને લઈને ચોકીએ ગઈ. એક તરફ છોકરો છોકરી સાથે ૬ વર્ષથી પ્રેમ સંબંધ હોવાની વાત કરી રહ્યો છે, તો બીજી તરફ છોકરીનું કહેવું છે કે છોકરાને એક-બે મહિનાથી જાણે છે. હકીકતમાં જોઈએ તો, આખો કિસ્‍સો ભાગલપુર રેલવે સ્‍ટેશનનો છે. જ્‍યાં પ્રેમીએ ફિલ્‍મી અંદાજમાં -ેમિકાની માંગ ભરી દીધી.

 અહીં ઉલ્લેખનિય છે કે, ભાગલપુર રેલવે સ્‍ટેશન પર રવિવારે એક એવો નજારો જોવા મળ્‍યો, જેને જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. ફિલ્‍મોમાં જેવી એક ઘટના હકીકતમાં સ્‍ટેશન પર જોવા મળી હતી. એક યુવકે અચાનક આવી પોતાની પ્રેમિકાની માંગમાં સિંદૂર ભરી દીધું, જેને જોઈ ત્‍યાં હાજર લોકો ચોંકી ગયા હતા અને જોતજોતામાં માહોલ ગરમાઈ ગયો.

કહેવાય છે કે, પ્રેમિકા સ્‍વાતિ યાદવ પોતાના પરિવાર સાથે લગ્નમાં સામેલ થવા જઈ રહી હતી, ત્‍યારે તેનો પ્રેમી સૂરજ અચાનક રેલવે સ્‍ટેશન પર આવી ગયો અને જેવી તે ટ્રેનમાંથી ઉતરી, સૂરજે ભીડની વચ્‍ચે આવી તેના માથામાં સિંદૂર ભરી દીધું. આ જોઈ સ્‍વાતિની મા અને તેનો પિતરાઈ ભાઈ ગુસ્‍સે થઈ ગયો અને યુવકને ધોઈ નાખ્‍યો.

થોડી જ વારમાં આ મામલો હાઈ વોલ્‍ટેજ ડ્રામા બની ગયો, સ્‍ટેશન પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને લોકો મોબાઈલમાં આ ઘટનાને કેદ કરવા લાગ્‍યા. આ દરમ્‍યાન પોલીસ પણ આવી ગઈ. પોલીસે સ્‍વાતિને પૂછયું તો તેણે જણાવ્‍યું કે, તે છેલ્લા ૩-૪ મહિનાથી સૂરજના કોન્‍ટેક્‍ટમાં છે, પણ તે આવું કરશે તેવી તેને આશા નહોતી, જ્‍યારે તેને પૂછવામાં આવ્‍યું કે, તે યુવક સાથે લગ્ન કરશે તો જવાબ આપ્‍યો કે, લગ્ન તો કરી લીધા, માંગમાં સિંદૂર ભરી દીધું, હવે ઘરે નહીં જાવ, હવે મરવાનું થાય તો મરીશું.

તો વળી પ્રેમી સૂરજનું કહેવું છે કે, તે છેલ્લા છ વર્ષથી સ્‍વાતિને જાણે છે. તે તેને ખોવા નથી માગતો. એટલા માટે સિંદૂર ભરી દીધું. સ્‍વાતિની માએ બંનેની વાત ફગાવી દેતા કહ્યું કે, ૅઆ છોકરાએ મારી છોકરીનો પીછો કર્યો અને બળજબરી સિંદૂર ભરી દીધું. મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી. આ ઘટના બાદ ટ્રાફિક પોલીસ પણ આવી ગઈ અને ડાયલ ૧૧૨ની મદદથી સ્‍થિતિ પર કાબૂ મેળવ્‍યો. પ્રેમી યુગલને પોલીસ શિબિરમાં બેસાડ્‍યા અને બાદમાં તેમને ચોકીએ મોકલી દેવામાં આવ્‍યા.(૩૮.૮)

(9:51 AM IST)