તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
ગજબનું છે ATM : સોનું નાખશો તો તરત સામે પૈસા આપશે
આ એટીએમ ચીનના ૧૦૦થી વધારે શહેરોમાં લાગી ચૂકયા છે : આ એટીએમ સોનાને ૧૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર પિગાળે છે અને સોનાની શુદ્ધતા સાથે તેની લાઈવ કિંમત પણ દેખાડે છે

શેનઝેન, તા.૨૨: ભારતમાં સોનું રેકોર્ડ કિંમતે પહોંચી રહ્યું છે. તો બીજી તરફ દુનિયાની સૌથી મોટી ઈકોનોમીવાળા દેશ ઈનોવેશનના મામલામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. તમે એવું તો સાંભળ્યું હશે કે સોનું આપો ને પૈસા લઈ જાવ. પણ તમે કયારેય સોનાવાળું એટીએમ વિશે સાંભળ્યું છે ખરાં? જી હાં, આવું જ કંઈક ચીનના મોટા શહેર શાંધાઈના એક મોટા શોપિંગ મોલમાં જોવા મળ્યું છે. આ શાંધાઈનું પહેલું ગોલ્ડ એટીએમ છે. જે બાદ આ એટીએમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ચૂકયું છે.
આ એટીએમ સોનાને ૧૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર પિગાળે છે અને સોનાની શુદ્ધતા સાથે તેની લાઈવ કિંમત પણ દેખાડે છે. ત્યારબાદ રેટ અનુસાર એટીએમ રૂપિયા આપે છે. જે તમે બેન્કમાંથી પૈસા પણ ટ્રાન્સફર કરી શકો છો. આ એટીએમની ખાસિયતો ગ્રાહકોને ખૂબ જ પસંદ આવે છે. આ એટીએમમાંથી સોનાનું ટ્રાન્જેક્શન ખૂબ જ આસાન છે. સૌથી પહેલા આ મશીન સોનાનું વજન કરે છે. તે જુએ છે કે સોનું ૯૯.૯૯ ટકા શુદ્ધ છે કે નહીં, પણ તેમાં થોડો સર્વિસ ચાર્જ પણ કાપવામાં આવે છે.
જેમ કે ભારતમાં સોનાને સમળદ્ધિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે, તેવી જ રીતે ચીનમાં પણ તેને આવું જ માનવામાં આવે છે. લોકો સોનાને રોકાણ માટે પણ ઉપયોગ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ એટીએમને શેનઝેનની કંપની Kinghood Groupએ બનાવ્યું છે. આ એટીએમ ચીનના ૧૦૦થી વધારે શહેરોમાં લાગી ચૂકયા છે. એટલું જ નહીં, શાંધાઈમાં પણ એક ગોલ્ડ એટીએમ લાગેલું છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે લોકોને તે ખૂબ જ પસંદ આવી રહ્યું છે. હવે ગ્રાહક કોઈ પણ તકલીફ વિના આરામથી સોનું વેચી શકે છે.
આ ગોલ્ડ એટીએમ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. તેના પર એક યુઝરે લખ્યું કે, વાહ! આશા છે કે તે ટૂંક સમયમાં ભારતમાં આવશે. એક યુઝર્સે લખ્યું કે, ભારત માટે આ ખૂબ જ સારી પ્રોડક્ટ છે.(૨૩.૩)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
