તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
ચાલતી બસમાં બાંધ્યો શારીરિક સંબંધઃ વીડિયો થયો વાયરલ
મુંબઈમાં કપલે કરી તમામ હદ પાર, શરમજનક ઘટના સામે આવી છે રવિવારે રાત્રે નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ દ્વારા સંચાલિત એસી બસમાં એક કપલ અશ્લીલ કળત્ય કરતું ઝડપાયું હતું. આ ઘટનાને એક શખ્સ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી છે

મુંબઇ તા.રરઃ દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (NMMT) દ્વારા સંચાલિત એસી બસમાં એક કપલ શારીરિક સંબંધ બનાવતા ઝડપાયું હતું. આ કપલની ઉંમર લગભગ ૨૦ વર્ષની છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આ કપલ પાછળની સીટ પર બારી પાસે બેઠેલા પકડાયા હતા. ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ તેમનો વીડિયો રેકોર્ડ કર્યો. આ પછી આ વીડિયો વાયરલ થયો છે.
રિપોર્ટ અનુસાર NMMTના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ કળત્ય અટકાવવામાં નિષ્ફળ રહેવા બદલ બસ કંડક્ટર સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કંડક્ટરને ચેતવણી આપવામાં આવી છે અને લેખિતમાં સમજાવવા માટે કહેવામાં આવ્યું છે કે, તે બસમાં હતો ત્યારે આવું અશ્લીલ કળત્ય કેવી રીતે થયું. એવું કહેવામાં આવ્યું કે, કંડક્ટર આગળની સીટ પર બેઠો હતો અને તેને ખબર નહોતી કે પાછળ શું થઈ રહ્યું છે.ઁ
આ મુદ્દો ઉઠાવનારા આરટીઆઈ કાર્યકર્તા અનરણિત ચૌહાણે જણાવ્યું કે, રવિવારે બસ પનવેલથી કલ્યાણ જઈ રહી હતી અને તે એકદમ ખાલી હતી. ભારે ટ્રાફિકને કારણે બસ ધીમે-ધીમે ચાલી રહી હતી. પછી બસની બહાર બીજા વાહનમાંથી કોઈએ બારીમાંથી કપલના અશ્લીલ કળત્યનું રેર્કોડિંગ કર્યું. આ પછી વીડિયો વહીવટીતંત્ર સાથે શેર કરવામાં આવ્યો.
જ્યારે વહીવટીતંત્રના -તિભાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ચૌહાણે કહ્યું કે, ૅઆ નિષ્ફળતા અંગે કંડક્ટરને પૂછપરછ કરવામાં આવી છે. જાહેર પરિવહન આવું કળત્ય કરવા માટે નથી અને આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવું થયું.
જોકે, પ્રતિક્રિયા માટે NMMC કમિશનર કૈલાશ શિંદેનો સંપર્ક થઈ શકયો નથી. એક વહીવટી અધિકારીએ કહ્યું કે, જો કે, હું પરિવહન વિભાગનું સીધું ધ્યાન રાખતો નથી. પણ મને લાગે છે કે, આજના યુવાનોએ જાહેરમાં કેવું વર્તન કરવું જોઈએ તે વિશે વિચારવું જોઈએ. આવા અશ્લીલ કળત્યો ગેરકાયદેસર અને જાહેરમાં અસ્વીકાર્ય છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
